Site icon Revoi.in

જાસૂદના ફૂલની ચા પીવાથી થાય છે અનેક ફાયદા,જાણો કેવી રીતે..

Social Share

વિશ્વમાં સો પ્રકારની ચા મળતી હશે, દરેક જગ્યાએ લોકો અલગ અલગ પ્રકારની ચા પીતા હોય છે અને કેટલીક વાર ચા બનાવવાની રીત પણ અલગ હોય છે. આવામાં જાસૂદની ચા પણ લોકોએ એક વાર તો પીવી જોઈએ. કારણ કે જાસૂદની ચાના પણ અનેક ફાયદા છે.

જો વાત કરવામાં આવે સૌથી પહેલા ફાયદાની તો અમેરિકન હાર્ટ એસોસિએશનના અહેવાલ અનુસાર, આ ચાનું સેવન હાઈ અને લો બ્લડ પ્રેશરને કંટ્રોલ અને બેલેન્સ કરવામાં મદદ કરે છે. જર્નલ ઓફ એથનોફાર્માકોલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, હિબિસ્કસમાં હાઇપરટેન્સિવ અને કાર્ડિયોપ્રોટેક્ટીવ ગુણધર્મો છે, જે હાઈ બ્લડ પ્રેશર, હાયપરટેન્શન અને હૃદય સંબંધિત રોગોથી પીડાતા દર્દીઓ માટે ફાયદાકારક છે.

હિબિસ્કસ ચા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને હૃદય સંબંધિત રોગો સામે લડવામાં મદદ કરે છે. તે ડાયાબિટીસથી પીડાતા દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

હિબિસ્કસ ફૂલ ચાનો ઉપયોગ સ્પોર્ટ્સ ડ્રિંક તરીકે થાય છે. રમત દરમિયાન તેને ઠંડી ચા તરીકે પીરસવામાં આવે છે. લોકો આ ચાને પોતાના આહારમાં સમાવે છે કારણ કે તે શરીરને ખૂબ જ ઝડપથી ઠંડુ કરવા સક્ષમ છે.

જાસુદ ના ફૂલની ચા અજમાવી હશે જે રોગો સામે લડે છે. આપણે ઘણી વખત તે લાલ ફૂલનો ઉપયોગ પૂજા અને ઘરની સજાવટ માટે કરીએ છીએ, પરંતુ આહારનો એક ભાગ પણ બનાવી શકો છો, કારણ કે આ ચા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.