અનેક લીલા પ્રકારના શાકભાજી આવતી હોય છે, ડોક્ટર્સ પણ આપણાને લીલા બીન્સ અને શાકભાજી ખાવાની સલાહ આપે છે, કારણ કે તેમા પુરતા પ્રમાણમાં પ્રોટિન, વિટામિન્સ જેવા તત્વો મળી રહે છે, જે રીતે દેશી સુકા ચણા આરોગ્ય માટે ફાયદા કારક ગણાય છે એજ રીતે જ્યારે આ ચણા લીલા હોય ત્યારે તેને શેકીને ખાવાથી અનેક ફાયોદ થાય છે, ઘણી જગ્યાઓ પર લીલા ચણાને પોપચા કે પોપટા પણ કહેવામાં આવે છે, તેને તવીમાં કે રેતીમાં શેકીને ખાવામાં આવે છેતેને છોલીને ચણાનું શાક ને સલાડ પણ બનાવાય છે,તો ચાલો જાણીએ લીલા ચણાનું સેવન કરવાના ફાયદા
લીલા ચણામાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર્સ અને મિનરલ્સ મળે છે, જે આંતરડાના ખરાબ બેક્ટેરિયાને નાશ કરી કેન્સર સામે રક્ષણ આપે છે.લીલા ચણા ખાવાથી જે લોકોમાં લોહીની કમી હોય છે. તે દુર થઈ જાય છે. લીલા ચણા લોહતત્વથી ભરપુર હોય છે જે લોહીની ઉણપ દુર કરવામાં આપણી ખાસ મદદ કરે છે.
લીલા ચણામાં ખુબ પ્રમાણમાં વિટામીન અને મિનરલ્સની સાથે એન્ટીઓક્સીડેંટ પણ હોય છે. તે આપણને બીમારીઓથી બચાવે છે અને જલ્દીથી આવતા ઘડપણને પણ દુર રાખે છે.
લીલા ચણામાં પ્રોટીન, નમી, ચિકાશ, ફાઈબર્સ, કેલ્શિયમ, કાબ્રોહાઈડ્રેટ, આયરનઅને વિટામિન્સ ખૂબ પ્રમાણમાં રહેલા હોય છે. જે શરીરને એનર્જી આપવાનુ કામ કરે છે.
લીલા ચણાનું સેવન શરીરને સ્નસ્થ રાખે છે,પ્રચૂરમ માત્રામાં ફાઇબર સમાયેલા હોય છે. ફાઇબરનું મુખ્ય કામ ભોજન પચાવવાનું હોય છે,તેથી ચણા પાચન ક્રિયા સુધારે છે.વધેલા વજનથી કંટાળેલા લોકોપોતાના રોજિંદા આહારમાં ગ્લાઇસેમિકઇન્ડેકસ નામનું તત્વ હોય છે જે ભૂખ ઓછી કરે છે, તેથી વજન ઘટે છે.
આ સાથે જ લીલા ચણામાં વિટામિન સી ની માત્રા હોય છે. નાસ્તામાં રોજ લીલા ચણાને ઉપયોગ કરવાથી હાડકા મજબૂત રહે છે આથી વિશેષ કે અઠવાડિયામાં અડધી વાટકી લીલા ચણા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.