- શેકેલા ચણા આરોગ્ય માટે છે ફાયદાકારક
- હરદળ વાળા શેકેલા ચણા ખાસીમાં આપે છે રાહત
- વેઈટ લોસ કરવામાં ચણા મહત્વનો ભાગ ભજવે છે
આજના વ્યસ્ત જીવનમાં વધતી બિમારીઓ અને અનિયમીત ભોજનને લઈને અનેક બિમારીઓ શરીરમાં ઘર કરી બેસે છે, ત્યારે આપણે શુ ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેના પર ખાસ ધ્યાન રાખવું જોઈએ, ત્યારે આજે આપણે વાત કરીશું શેકેલા ચણાની . જે ખાવાથી શરીરમાં અનેક બિમારીઓ મટે છે, આ સાથે જ ચણા ડાઈટિંગમાં પણ ઉપયોગી સાબિત થાય છે, જેમાં ખાસ કરીને હરદળ વાળા ચણા ગળાની બિમારી તથા ખાસીને દૂર કરે છે.
જાણો ચણાના ગુણઘર્મો અને તેને ખાવાથી થતા અનેક ફાયદાઓ
- ડ્રાયફ્રૂટની સરખામણી જો ચણા સાથે કરપીએ તો કંઈ ખોટૂ ન કહેવાય,બદા શેકેલા ચણા ઓછી કિંમતમાં વધુ ફાયદો કરાવે છે.
- શાકાહારી લોકો માટે શેકેલા ચણા પ્રોટીનનો સારો સોર્સ છે.
- ચણમાં પ્રોટીન સિવાય પોટેશિયમ, મેગ્નેશિયમ, અને ફૉલેટ જેવા ન્યુટ્રીએંટ્સ હોય છે જે હાર્ટ સમસ્યા અને બ્લડપ્રેશર નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
- શેકેલા ચણા ખાવાથી રક્તપિત્તનો રોગ પણ દૂર થયા છે.
- શેકેલા ચણામાં પ્રોટીનનો સમાયેલું હોય છે જે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના લોહીના નુકસાનને કવર કરી લે છે
- કબજિયાતની સમસ્યા હોય છે તેમને દરરોજના ૫૦ ગ્રામ શેકેલા ચણા ખાવવાથી તેને ઘણી રાહત મળે છે.
- ચણાનું સેવન ખાસ કરીને વજન ઓછું કરવા માટે થાય છે,ચણા ખાવાથી મેદસ્વીતાપણું ઓછું થાય છે. શરીરમાંથી વધારે ચરબી ઓગાળવામાં ચણા મહત્વનો ભાગ ભજવે છે
- ચણાને રાત્રે સુતા પહેલા ચણા બરાબર ચાવીને ખાધા બાદ ગરમ દૂધ પીવાથી શ્વાસનળીના અનેક રોગ દૂર થાય છે.
- ગોળ અને શેકેલા ચણા હિમોગ્લોબિન વધારવામાં સારી રીતે કામ કરે છે. શેકેલા ચણા અને ગોળમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે, જેથી દાંત અને હાડકા માટે પણ લાભદાયી છે.
- શેકેલા ચણામાં ઝિંક હોય છે અને તે સ્કિન માટે ફાયદારૂપ છે.
- આ સાથે જ તેનાથી મળતા વિટામિન B6 મગજને શાર્પ બનાવે છે.