Site icon Revoi.in

પોતાના બ્લડ ગ્રુપને ધ્યાનમાં રાખીને ખોરાક ખાવાથી થાય છે અનેક ફાયદા, જાણો શું છે તે વાત

Social Share

જો સ્વસ્થ અને તંદુરસ્ત જીવનભર માટે રહેવું હોય તો તેમાં સૌથી વધુ જરૂરી વસ્તુ છે ખોરાક, ડાયટિંગ અને કસરત. જો વાત કરવામાં આવે ખોરાકની તો તમામ લોકોએ પોતાના શરીરના બ્લડ ગ્રુપને ધ્યાનમાં રાખીને ખોરાક લેવો જોઈએ જેનાથી શરીરને બીમારીઓથી દુર રાખી શકાય અને તંદુરસ્ત પણ રહી શકાય છે.

સ્વાસ્થ્ય સબંધી એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરેક બ્લડ ગ્રૂપનો પોતાનો એક અલગ સ્વભાવ અને પ્રકૃતિ છે. જેથી આપણી ખાણી-પીણીની સીધી અસર આપણાં બ્લડ ગ્રૂપ પર પડે છે.

જો તમારું બ્લડ ગ્રૂપ-એ હોય તો ખોરાકમાં લીલા શાકભાજી સિવાય પણ અલગ અલગ પ્રકારની દાળને સાંકળી લેવી જોઈએ. આ લોકો ઓલિવ ઓઇલ, દૂધ બનાવટી ચીજો, મકાઇ, અને સી-ફૂડની એક સારી એવી ડાયેટ કોમ્બીનેશન બનાવી શકે છે. જાણકારો આ બાબતે કહે છે કે જેને બ્લડ ગ્રુપ-એ હોય તેની રોગ પ્રતિકારક શક્તિ અત્યંત સંવેદનશીલ હોય છે, જેથી કરીને તેમણે ખાવા પીવાની બાબતમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.

બ્લડ ગ્રૂપ-બી વાળા લોકોની વાત કરવામાં આવે તો આ બ્લડ ગ્રૂપ વાળા લોકોએ ખાવાની બાબતમાં વધુ પડતું ધ્યાન રાખવું નથી પડતું. આ બ્લડ ગ્રૂપ વાળા લોકો લીલા પાન વાળા શાકભાજી, ફળ બધુ જ ખાય શકે છે. આ બ્લડ ગ્રુપ વાળા લોકોને લઈને એક્સપર્ટસનું કહેવું છે કે આ બ્લડ ગ્રૂપ વાળાની પાચન શક્તિ ઘણી સારી હોય છે જેથી કરીને તેના શરીરમાં ચરબી જમા થતી નથી.

જે લોકોનું બ્લડ ગ્રૂપ-ઓ છે તેમણે હાઇ પ્રોટીન યુક્ત ખોરાક લેવો જોઈએ. જેમાં દાળ, ફળ વગેરે ઘણી ચીજો સામેલ છે. આપના ખોરાકમાં અનાજ કઠોળ અને સાથે સાથે લીલા શાકભાજીનો પણ યોગ્ય સમાવેશ કરો. આ તમામ વસ્તુઓ આપના આરોગ્ય માટે ઘણી ફાયદાકારક સાબિત થશે.

AB બ્લડ ગ્રૂપ ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે. જે બાબતોનું ધ્યાન A અને B બ્લડ ગ્રૂપ વાળાએ રાખવાનું છે તે જ સાવધાનીઓ આ બ્લડ ગ્રૂપ વાળાએ રાખવાની સલાહ આપવામાં આવે છે. AB બ્લડ ગૃપ વાળાને ફળ અને લીલ શાકભાજી તેમના ખોરાકમાં ભરપૂર માત્રમાં લેવાની સલાહ આપવામાં આવે છે.

ઘણા લોકોને વધતી જતી ઉમરને લઈને હાઇ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર અથવા તો ડાયાબિટીસ જેવી બીમારીઓ ઘેરી લેતી હોય છે. જેથી કરીને ખોરાકને લઈને એક વાર અનુભવી ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. કોઈ પણ વ્યક્તિની શારીરક સ્થિતિને ધ્યાનમાં રાખીને એક્સપર્ટ તેને સાચા ખોરાકની સલાહ આપી શકે છે.