- ગરમીની સિઝનમાં કાકડી ખાવાના ઘણા ફાયદા
- શરીરમાં પાણીના અભાવથી બચાવે છે
- અનેક રોગોથી મળે છે રક્ષણ
હવે ુનાળાની સિઝન શરુ થી ચૂકી છે આવી સ્થિતિમાં આપણે આપણા સ્વાસ્થ્ય પર પુરતું ધ્યાન આપવાની જરુર છે, બોડી ડિહાઈડ્રેડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.ત્યારે આવી સ્થિતિ કાકડી એ બેસ્ટ ઓપ્શન છે, ઉનાળામાંમ દિવસ દરમિયાન તમે ભરપુર પ્રમાણમાં કાકડીનું સેવન કરશો તો તમારું સ્વાસ્થ્ય વધુ હેલ્ધી રહેશે. કાકડી એટલા માટે ખાવામાં આવે છે કારણ કે તેનાથી ઘણા લાભો શરીરને થાય છે
દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં બોડીને પાણી કાકડીના સેવનથી મળી રહે છે જેથી શરીર એનર્જીથી ભરપુર રહે છે ખાસ કરીને કાકડીમાં પોટેશિયમ પણ હોય છે, જે હાઇ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. અને સોડિયમના નુકસાનકારક પ્રભાવોને નિયંત્રિત કરે છે. તેથી બીપીના દર્દીઓ પણ કાકડી ખાવાથી પોતાનું આરોગ્ય બનાવી શકે છે.
કાકડીનું સેવન આપણાને ઘણા રોગોથી પણ બચાવે છે. કાકડીમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે છે,જેના કારણે તે ગરમીમાં ડિહાઇડ્રેશન અટકાવે છે. આ સાથએ જ કાકડી ડાયજેક્શનની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે.
આથી વિશેષ વાત છે કે કાકડીમાં પાણીની સાથે ફાઇબર પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને કેલરી એકદમ નહિવત્ છે.તેથી ઉનાળામાં તમે ખૂબ કાકડી ખાઈ શકો છો. તેનાથી તમારું પેટ પણ ભરાઈ જશે,જલ્દીથી ભૂખ પણ નહીં લાગે અને વજન વધવાની ચિંતા દૂર થાય છે
કાકડીના સેવનથી આંખોની ગરમી પણ દૂર થાય છે આંખોની રોશની વધવાની સાથે સાથએ આંખોમાંથી પાણી પડતું પણ અટકે છે અને પેટ માટે પણ કાકડી બેસ્ટસ ઓપ્શન છે.તમે ઉનાળામાં કાકડીનો રસ આંખો પર અને ત્વચા પર લગાની કો છો જે ગરમીથી ત્વચાને રક્ષણ આપે છએ.
આથી વિશએષ કે શરીરમાં ઇન્સ્યુલિનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને ખોરાકના ગ્લુકોઝને તોડવામાં પણ મદદ કરે છે,જે બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.તથા ફૂડ પોઇઝનિંગ, એસિડિટી, હાર્ટબર્ન અને પાચનને લગતી અન્ય બીમારીઓથી પીડામાંથી છૂટકારો આપે છે.