Site icon Revoi.in

હળદર ખાવાના છે અનેક ફાયદા તથા કેટલીક બીમારીઓથી બચવામાં છે મદદગાર

Social Share

ભારતમાં હળદરનો પ્રયોગ લગભગ દરેક ખાવામાં થાય છે. આ વાત તમે પણ જાણો છો,જે રીતે મીઠા વિના ખોરાકનો સ્વાદ નથી આવતો.એ જ રીતે હળદળ વિના ખોરાકમાં રંગ નથી આવતો. શાક હોય કે દાળ અથવા કોઈ અન્ય વ્યંજન આપણે દરરોજ ચોક્કસ રૂપે હળદરનો ઉપયોગ કરીએ છીએ. તે આપણા સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ બહુ ગુણકારી છે.

આ દિવસોમાં કોરોના મહામારી દરમિયાન મોટી સંખ્યામાં લોકો પોતાની ઈમ્યુનિટી મજબૂત કરવા માટે દરરોજ હળદરવાળા દૂધનું સેવન કરવા લાગ્યા છે. તેથી,હળદર માત્ર એક મસાલા જ નહીં પરંતુ ઓષધીય ગુણોથી ભરપૂર હોવાના કારણે તેને સુપરફૂડની કેટેગરીમાં પણ રાખી શકાય છે. હળદર અનેક રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ડાયાબિટીઝ: હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે. જે એન્ટી ડાયાબિટીક તરીકે જોવામાં આવે છે. હળદરનું સેવન ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. રક્તમાં કર્ક્યુમિનમાં ગ્લુકોઝનું સ્તર અને લિપિડ્સ ઘટાડવાની ક્ષમતા છે. તેમાં ટાઇપ 2 ડાયાબિટીઝમાં ઇન્સ્યુલિન પ્રતિકારને દૂર કરવાના ગુણધર્મો પણ છે.

હૃદય રોગ:  હળદરમાં મળેલ કર્ક્યુમિન હ્રદયરોગથી બચાવવામાં પણ મદદ કરી શકે છે. તે રુધિરવાહિનીઓના કાર્યને સુધારવામાં મદદ કરે છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, કર્ક્યુમિન ઇન્ફલેમેશન ઘટાડવામાં પણ મદદ કરે છે,જે હૃદય રોગ માટેનું જોખમકારક પરિબળ છે.

કેન્સર: હળદરમાં મળતું કર્ક્યુમિન કેન્સરની સારવારમાં ફાયદાકારક ઓષધિ તરીકે જોવામાં આવે છે. તે કેન્સરના વિકાસને રોકવામાં મદદ કરે છે. અને કેન્સરના કોષોને મારવાનું કામ કરે છે. જો કે, હળદર ઘણા કેન્સરમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે,પરંતુ તે ખાસ કરીને કોલોરેક્ટલ કેન્સરમાં ઉપયોગી છે.

-દેવાંશી