ચોમાસામાં ચહેરા પર સ્ટીમ લેવાથી થશે અનેક ફાયદા
ચોમાસા વાતાવરણમાં જોરદાર ફરક આવતો હોય છે. તાપમાનમાં પણ જોરદાર ઘટાડો જોવા મળતો હોય છે આવામાં જો ચહેરાની કાળજી રાખવી હોય તો ચહેરા પર સ્ટીમ લેવી જોઈએ, કારણ કે તેનાથી ચહેરો સ્વસ્થ રહે છે. સ્ટીમ ગળામાં દુખાવો દૂર કરે છે. આનાથી ગળામાં સોજો ઓછો થાય છે, કારણ કે આમ કરવાથી સ્નાયુઓને આરામ મળે છે.
જાણકારી અનુસાર વરસાદમાં શરીરનું તાપમાન બદલાવાને કારણે લોકોને ખાંસી પણ થવા લાગે છે. ચોમાસામાં આ સમસ્યાથી પરેશાન ન થવા માંગતા હોવ તો દિવસમાં એકવાર સ્ટીમ લેવુ જોઈએ. આ ઉપરાંત વરસાદમાં ત્વચા પર જે ભેજ બેસી જાય છે તે છિદ્રોમાં એકઠું થાય છે અને તે ગંદકી સાથે ભળીને ખીલ બનાવે છે. તમારા ત્વચાના છિદ્રોને સાફ રાખવા તમે સ્ટીમનો ઉપયોગ કરી શકો છો.
દરેક ઋતુના તાપમાનમાં ફેરફારની અસર આપણા શરીર પર પડે છે. જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે શરદીની સમસ્યા થાય છે. તમે સ્ટીમ લઈને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો, પરંતુ ઉલ્લેખનીય છે કે વધારે પડતુ સ્ટીમ પણ ચહેરાની ત્વચાને નુક્સાન કરી શકે છે.