Site icon Revoi.in

કોમર્સ ભણ્યા પછી પણ કારકિર્દીના છે અનેક વિકલ્પ, ચિંતા કરવાની જરૂર નથી

Social Share

ધોરણ 10 પૂર્ણ થતા જ મોટા ભાગના વિદ્યાર્થીઓને ચિંતા સતાવવા લાગતી હોય છે કે તેઓ કોમર્સ ભણીને શું કરશે, અને સાયન્સ ભણવાનું વધારે મુશ્કેલ પડી જતું હોય છે. આવામાં જે વિદ્યાર્થીઓ કોમર્સ લાઈનમાં ભણવાનું વિચારે છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કોમર્સમાં CA અને CS સિવાય અનેક વિકલ્પ છે જેમાં કોઈ પણ વિદ્યાર્થી પોતાની કારકિર્દી બનાવી શકે છે.

ધોરણ 12 કોમર્સ પછી કાયદાનો અભ્યાસ કરી શકાય છે. કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓ ફાયનાન્સ લૉનો અભ્યાસ કરી શકે છે. આ દિવસોમાં માર્કેટમાં ફાઇનાન્સ લૉના પ્રોફેશનલની માગ વધી રહી છે. આ કોર્સ કર્યા પછી, તમે બેંકિંગ લૉ, કન્ઝ્યુમર પ્રોટેક્શન લૉ, ઈન્ડસ્ટ્રીયલ લૉ, કંપની લૉ વગેરેનો અભ્યાસ કરીને કેરિયર સેટ કરી શકો છો.

કોમર્સના વિદ્યાર્થીઓ માટે CWA નો કોર્સ એટલે કે કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્ટ CA (CA કોર્સ) જેવો છે. આ કોર્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવે છે. આમાં પહેલા ફાઉન્ડેશન કોર્સ, પછી ઈન્ટરમીડિયેટ અને પછી ફાઈનલ પરીક્ષા હોય છે. આ કોર્સ કર્યા પછી, નોકરીની ઘણી તકો ખુલે છે. B.Com પછી તમે PG ડિપ્લોમા ઇન ફાઇનાન્સ એન્ડ કંટ્રોલ, PG ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, PG ડિપ્લોમા ઇન પબ્લિક એકાઉન્ટિંગ, ડિપ્લોમા ઇન બેન્કિંગ અને ફાઇનાન્સ ઇન બેન્કિંગ અથવા ફાઇનાન્સ પણ કરી શકો છો.