- જો મર્યાદીત માત્રામાં ચોકલેટ ખાવું ફઆદયદા કારક
- ચોકલેટનું સેવન બ્લડ પ્રેશરને કરે છે કંટ્રોલ
સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે માનસિક સ્થિતિ પણ લોકોની ખરાબ થી રહી છે, સતત નેગેટિવસમાટારો અને ખરાબ ખબરો વચ્ચે માણસનું મન વ્યથિત બની રહ્યું છે, ત્યારે આવા સમયે આપણાને ઈન્યૂનિટી પાવર વધારેલતેવી ચીજ વસ્તુઓનું સેવન કરવું જોઈએ, કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે ચોકલેટ એક એવી વસ્તુ છે કે જેને ખાવાથી ઈમ્યૂનિટી વધે છે,અને આપણો મૂડ પણ સારો રહે છે.તો ચાલો જાણીએ ચોકલેટ ખાવાથી માત્ર નુકરશાન જ નહી કેટલાક સારા લાભ પણ થાય છે.
એક રિસર્ચ પ્રમાણે જો ચોકલેટને કેટલાક માપ મુજબ ખાવામાં આવે તો તે નુકશાન નથી કરતી, પરંતુ સ્વાસ્થ્યને તે ફાયદો કરાવે છે, શરીરમાં રહેલ એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં ચૉકલેટ ખૂબ લાભકારી છે. આ એલડીએલ કોલેસ્ટ્રોલને ઓછું કરી જાડાપણું અને તેના કારણે થતા બીજા રોગોને પણ નિયંત્રિત કરવામાં સહાયક છે.
આ સાથે જ ચોકલેટનું સેવન કરવાથી થિરોસ્ક્લેરોસિસ એક પ્રકારનો રોગ છે. જેને કારણે ધમનીઓ અવરોધિત થાય છે. આવી સ્થિતિમાં, ચોકલેટ અત્યંત ફાયદાકારક છે.
ચોકલેટ ખાવીથી મની સ્થિતિ સુઘરે છેઃ- ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2015માં કરવામાં આવેલા એક રિસર્ચ પ્રમાણે ચોકલેટનું સેવન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. ચોકલેટ ખાવાથી તણાવ વધારતા હોર્મોન્સ કંટ્રોલમાં રહે છે.
બ્લડ પ્રેશર પણ કાબુ રહે છેઃ- ચોકલેટના સેવથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે ,પરંતપ તેના માટે મર્યાદિત પ્રમાણમાં જ ચોકલેટ ખાવી હિતાવહ છે
આપણા હાર્ટ માટે ચોકલેટ ફાયદાકારઃ- યૂરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલોજીએ કરેલા રિસર્ચ મુજબ ચોકલેટનું સેવન કરવાથી હૃદય સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે. જો ચોકલેટ ચોક્કસ પ્રમાણમાં ખાવામાં આવે તો.