રાજકોટઃ શહેરના રેલવે સ્ટેશન પરના મુખ્ય એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા જ લગાવેલા નથી. રોજબરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર-જવર રહેતી હોય છે. ત્યારે સલામતીના કારણોસર સીસીટીવી કેમેરા હોવા જરૂરી છે. પરંતુ રેલવેના સત્તાધિશો આ મહત્વની બાબતને અવગણી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરકારનો જ નિયમ છે કે, સરકારી કચેરીઓ, સંકુલો કે ખાનગી પબ્લિક પ્લેસ કે આવા જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરાઓ રાખવા ફરજિયાત છે અને જાહેરનામુ પણ છે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા સામાન્યજન, વેપારીઓને તો તુરત જ કાયદો લાગુ પડે છે કે ગુનાઓ પણ નોંધવામાં આવે છે. જયારે રાજકોટ શહેરમાં રેલવે જંકશન પર એન્ટ્રી. એકઝીટ પર જ સીસીટીવી કેમેરાઓ નથી, જયાંથી રોજિંદી અસંખ્ય મુસાફરોનું આવાગમન રહે છે એવા જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા ન હોવાથી કોઈ પગલાં ભરાતા નથી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં રેલવે જંકશન પર એન્ટ્રી. એકઝીટ પર જ સીસીટીવી કેમેરાઓ નથી. કોઈ મુસાફરો સાથે કોઈ ઘટના ઘટવી, લગેજ, સરસામાન ચોરાયો હોય કે આવી કોઈ ઘટનાઓ બની હોય તો ગનેગારો સુધી પહોંચવા માટે સીસીટીવી કેમેરા હોય તો સલામતીની દ્રષ્ટીએ પણ જરૂરી છે. સીસીટીવી કેમેરાઓ હોય તો કોઈપણ ગેરપ્રવૃતિ આચરતા પૂર્વે આવા ઈસમો કે ગુનાઈત માનસધારીઓ અચકાઈ શકે અને જો કાંઈ આવી પ્રવૃતિ કરવા પ્રેરાય તો પણ સુરક્ષા એજન્સીઓ દ્રારા સત્વરે આવી પ્રવૃતિ અટકાવી શકાય કે આવા તત્વોને પકડીને કાયદાના દાયરામાં લઈ શકાય.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટના રેલવે સ્ટેશન પર કયાં કારણોસર કેમેરા નહીં લગાવાયા હોય અથવા તો શરત ચુકથી રહી ગયા હશે કાંતો કોઈ ટેકનિકલ કારણોસર હજી કેમેરા ઈન્સ્ટોલ કરવાના બાકી હશે એ તો જવાબદાર તંત્રવાહકો જ જાણતા હશે પરંતુ એક વાત એ છે કે કરોડોના ખર્ચે રેલવે જંકશનનું નવીનીકરણ થયા બાદ અને અનેક વખત ઈન્સ્પેકશન બાદ હજી કેમેરાઓ લાગ્યા નથી એ સામાન્યજન માટે પણ આશ્વર્યભર્યુ છે. સ્થાનિક પોલીસ તત્રં કે સુરક્ષા એજન્સી દ્વારા પણ રેલવે પર સુરક્ષા સલામતિ અર્થે તાત્કાલિક ધોરણે રેલવે જંકશન સીસીટીવી કેમેરાના સલામતિ કવચમાં આવે તે બાબતે પણ કાર્યવાહી કરાવવી જોઈએ.