Site icon Revoi.in

મોદી સરકારમાં ગૃહ, સંરક્ષણ, નાણા અને વિદેશ મંત્રાલયમાં ફેરફાર થવાની શકયતાઓ નહીંવત

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટના શપથ ગ્રહણ બાદ મંત્રાલયને લઈને ચર્ચાઓનો દોર શરૂ થયો છે. દરમિયાન મોદી 3.0 કેબિનેટના મંત્રીઓના પોર્ટફોલિયો ટૂંક સમયમાં ફાળવવામાં આવશે. સોમવારે મોડી રાત સુધીમાં પોર્ટફોલિયોને લઈને લિસ્ટ જાહેર થાય તેવી શકયતા છે. જો કે, કેટલાક મંત્રાલયમાં ફેરફાર થવાની શકયતાઓ નહીંવત છે. ગૃહ વિભાગ, નાણા વિભાગ, સંરક્ષણ અને વિદેશ મંત્રાલયમાં ફેરફાર થવાની શકયતાઓ ઓછી છે. જ્યારે અન્ય મંત્રાલયમાં એનડીએના સભ્યોને સ્થાન આપવામાં આવે તેવી સંભાવના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સામેલ મંત્રીઓ પૈકી 25 ભાજપાના છે જ્યારે 5 મંત્રી સહયોગી પાર્ટીના છે. મોદી 3.0ના મંત્રીમંડળમાં 71 નેતાઓએ શપથ ગ્રહણ કર્યાં છે. જે પૈકી 30 જેટલા મંત્રીઓનો કેબિનેટમાં સામેવશ કરાયો છે. રાજ્યકક્ષાના પાંચ મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. જ્યારે 36 સાંસદોને રાજ્યસભાના મંત્રી બનાવવામાં આવ્યાં છે. મોદી સરકાર 3.0ના મંત્રીમંડળમાં કેટલાક ચહેરા જૂના છે. જ્યારે કેટલાક નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, એસ.જયશંકર અને નિર્મલા સીતારમણ ગત મોદી સરકારમાં પણ પ્રધાન હતા.