Site icon Revoi.in

પ્રાથમિક શાળાઓમાં પૂરતા પુસ્તકો પહોંચ્યા જ નથી, વિદ્યાર્થીઓ ભણે કેવી રીતે ? શિક્ષક સંઘ

Social Share

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પૂરતા પુસ્તકો નહીં પહોંચ્યા હોવાનો ઘટસ્ફોટ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષે કર્યો છે. આથી ધોરણ 3થી 8ના વિધાર્થીઓની સામયિક કસોટી નહિ લેવાની માગણી કરી છે. શિક્ષકોએ ભણાવવા પૂરતો સમય આપ્યા બાદ જ સામાયિક કસોટી લેવાની માગણી સાથે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી.

રાજ્યમાં છેલ્લા દોઢેક વર્ષથી ચાલી રહેલી કોરોનાની મહામારીને પગલે ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓને પાછલા વર્ષનું શૈક્ષણિક જ્ઞાન આપવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક સત્રથી જ્ઞાનસેતુ કાર્યક્રમ ચલાવવાનો નિર્ણય કર્યો હતો. ઉપરાંત જ્ઞાનસેતુ કાર્યક્રમના પુસ્તકો તૈયાર કરીને તમામ વિદ્યાર્થીઓને મોકલવાના હતા. આથી જ્ઞાનસેતુ પુસ્તકો છાપવાના હોવાથી ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળને પૂરતો સમય રેગ્યુલર પાઠ્ય પુસ્તકો છાપવા માટે નહીં મળતા શાળાઓ શરૂ થયાને દોઢ માસ જેટલો સમય થવા છતાં હજુ સુધી શાળાઓમાં પૂરતા પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી.

પ્રાથમિક શિક્ષક મહાસંઘ ગુજરાતમાં અધ્યક્ષ ભીખાભાઇ પટેલે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ અગ્રસચિવ વિનોદ રાવને લિખિત કરેલી રજૂઆતમાં રાજ્યના તમામ તાલુકાઓમાં ધોરણ 1થી 8ના પૂરતા પ્રમાણમાં તમામ પુસ્તકો પહોંચ્યા નથી.ઉપરાંત જ્ઞાનસેતુ પુસ્તિકાઓ અને એકમ કસોટીની ચકાસણી કરવામાં શિક્ષકોને અભ્યાસક્રમ ભણાવવાનો પૂરતો સમય મળ્યો નથી. ઓનલાઇન ક્લાસમાં પૂરતા વિદ્યાર્થીઓ જોડાતા નથી. વરસાદના કારણે શેરી શિક્ષણમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકાતા નથી.