Site icon Revoi.in

શિયાળાની ઋતુમાં ઘીમાં લીલુ લસણ સાંતળીને ખાવાથી થાય છે અનેક ફાયદા

Social Share

વર્ષોથી કહેવામાં આવી રહ્યું છે કે શિયાળો આવતા જ ઘીનું સેવન કરવાનું શરુ કરવું જોઈએ,અને એટલે જ શિયાળામાં ઘીમાંથી બનતા અવનવા વાસણા કે પાક બનાવવામાં આવે છે, ઘી ઉત્તમ ખોરાક છે જો તેને માપસર ખાવામાં આવે તો, આ સાથે જ શિયાળામાં શાકભઆજી ખાવા પણ ખૂબ જ હેલ્ધી ગણાય છે,જેમાં ખાસ કરીને આજે વાત કરીશું લીલા લસણની,લસણ આરોગ્યમાટે બેસ્ટ ઓપ્શન છે પરંતું જો લીલું સલણને તમે ઘીમાં યસેકીને ખાવ છો તો તે વધુ ગુણકારી સાબિત થાય છે.

સૌ પ્રથમ લીલા લસણની તદ્દન જીણુ જીણું સમારીલો. ત્યાર બાદ ઘી ગરમ કરવા રાખો ,ઘી ગરમ થાય એટલે તેમાં સમારેલું લસણ એડ કરીને 2 મિનિટ સુધી સાંતળી લો, હવે આ લસણને તમે રોટલી સાથે ખાઈ શકો છો,

જાણો ઘીમાં લસમ ખાવાથી થતા ફાયદાઓ

લીલું લસણમાં રહેલા પ્રદાર્થ જેમ કે વિટામિન સી, મેટાબોલિઝમ અને આયરનને વધારવામાં મદદ કરે છે. સાથે જ ઘી શરીરને મજબૂત બનાવે છે.

લીલા લસણમાં રહેલું પોલીસલ્ફાઈડ વ્યક્તિને  હૃદયની બીમારીથી બચાવે છે. લીલા લસણમાં મેગ્જીનનું ઉચ્ચ પ્રમાણ હોય છે. આ તત્વ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે જેના દ્વારા દ્હય સારુ સંચાલિત રહે છે.

લીલા લસણમાં જે પ્રોટીન ફેરોપોર્ટિન કોશિકા હોય છે તેમાં આયરન સંગ્રહિત હોય છે. જેનું સેવન કરવાથી શરીરમાં આયરન વધે છે.ઘી સાથે લણ ખવાથી તેમાં ઈમ્યૂનિટી પાવર પણ વધી જાય છે.

જે લોકોને જાયાબિટીઝ છે તે લોકો માટે લસણનું સેવન ઉત્તમ ગણાય છે, આ સાથે જ હાઈ બીપીની તકલીફ હોય તો લીલું લસણ ખાવાથી ફાયદો થાય છે,

ઘી માં સલણને સાંતળીને ખાવાથી લસણ ન ભાવતું હોય તો પણ ભાવે છે આ સાથે જ ઘી અને લસણથી શરીરમાં ઊર્જા ઉત્પન્ન થાય છે