- ચણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદા કારક છે
- ચણા સાથે મધનું સેવન તંદુરસ્તી બરકરાર રાકે છે.
- લોહીની ઉણપ ચણાના સેવનથી દૂર થાય છે
શિયાળો આવતાની સાથે ખાણી પીણીનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે, શિયાળામાં કેલોક ખોરાક એવો છે જેને ખાવાથી શરીર તંદુરસ્ત બને છે,જેમાં કઠોળનો પણ ખાસ સમાવેશ થાય છે, આજે વાત કરીશું દેશી કાણા ચણાની,ચણઆ આમતો આર્યનનો સ્ત્રોત ગણાય છે, બ્લડની સારી એવી માત્રા ચણાના સેવનમાંથી મળી રહે છે.
ચણા ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ પ્રોટીન કેલ્શિયમ આયરન અને વિટામિનના ગુણોથી ભરપૂર હોય છે,કાળા ચણાને પલાળીને રોજ ખાવાથી અનેક બીમારીઓમાં રાહત મળે છે. જો કે ઘણા ઓછા લોકો જાણતા હશે કે ચણાનું મધ સાથે પણ સેવન કરી શકાય છે, અને મધ સાથે તેનું સેવન ખૂબ ગુણ કરે છે.
ચણાને આખી રાત પલાળીને તેમાં મધ નાખીને ચાવીને ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે,
મધ અને ચણાના સેવનથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે, કાળા ચણાને રાતના સમયે પલાળીને સવારે તેમા મધ નાખીને રોજ તેનું સેવન કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે.
પલાળેલા ચણામાં મધ નાખીને ખાવાથી રો બોડીના ટૉક્સિન્સ દૂર કરે છે. તેનાથી તમને કિડની સાથે જોડાયેલ અનેક બીમારીઓ જળમૂળમાંથી મટે છે, અને તેમાં રાહત મળએ છે.
જે લોકોવે કબજીયાતની સમસ્યા વારંવાર થતી હોય તે લોકો માટે મધ અને ચણાનું સેવન ઉત્તમ ઈલાજ છે, કારણ કે તેમા રહેલ ફાઈબરની માત્રાથી ડાઈજેશન સિસ્ટમ સારી કરે છે અને કબજિયાત મટે છે
ચણા અને મધ બંનેમાં ભરપૂર આયરનની માત્રા સમાયેલી હોય છે. તેથી તેનુ સેવન કરવાથી શરીરમાં લોહીની કમી પૂરી થઈ જાય છે.જે લોકોને બ્લડની કમી હોય તેમણે રોલ ખાલી પેટે ચણા અને મધ ખાવું જોઈએ
ચણા તથા મધનું સેવન હાડકાઓ મજબૂત બનાવે છે,. કાળા ચણા ચાવવાથી તમારી એક્સરસાઈઝ થઈ જાય છે. જેનાથી દાંતો સાથે હાડકાં પણ મજબૂતબને છે.