મુસાફરી કરતા વખતે આટલી વસ્તુઓ ચોક્કસ તમારી કારમાં રાખવી જ જોઈએ, મુસીબતમાં લાગશે કામ
- કારમાં હંમેશા પાણીની બોટલ રાખો
- આ સાથે જ એર પંપ,સહીતની વસ્તુઓ પણ રાખો
આજકાલ કાર ડ્રાઈવ કરીને લોંગ ડ્રાઈવ કે ફરવા જવાનો ક્રેઝ યુવાનોમાં ખૂબ વધુ છે, આવી સ્થિતિમાં ય તમારે ડ્રાઈવિંગ કરતા વખતે ઘણી બાબતો ધ્યાનમાં લેવી જોઈએ,જેમ કે જો તમે નાઈટ ટ્રાવેલિંગ કરી રહ્યા હોય ત્યારે કેટલીક વસ્તુઓ તમારી પાસે જ રાખવી જોઈએ, ઘણી બેઝિક વસ્તુઓછે કે જેને તમારી કારમાં જ રાખી મૂકવી જોઈએ જે મુસિબતમાં અટચાનક તમારી મદદ કરી શકે છે.તો ચાલો જોઈએ કેટલીક એવી વસ્તુઓ જે તમારે કારમાં જ રાખવી જોઈએ.
ટોઈંગ કેબલ અને ખુરપા
છે. સામાન્ય રીતે આ માત્ર 3 થી 4 મીટર ની લંબાઈ ની હોય છે અને તે 5 ટન સુધીનું વજન ખંચી શકે છે. વરસાદની સિઝનમાં ટાયરો નું ફસાઈ થઇ જવું સામાન્ય સમસ્યા છે. ખુરપાની મદદથી તમે તમારી કારના ટાયરોમાં જામેલી માટી દુર કરી શકો છો, તેનાથી ટાયરોની રોડ ઉપર પક્કડ સારી જળવાઈ રહે છે.
ટોર્ચ
આમ તો બધા સ્માર્ટ ફોનમાં ટોર્ચ હોય છે પણ ખરી જરૂર વખતે મોબાઈલ ફોનની ટોર્ચના ભરોસે નથી રહી શકતા. આમ તો સ્માર્ટફોન ની બેટરી હમેશા લો થઇ જાય છે અને તેનો પ્રકાશ વધુ દુર સુધી જતો નથી. તેથી કારમાં એક સારી ટોર્ચ રાખો.જેથી રાતે કામ લાગી શકે છે
દંડો
લાકડાનો નાનો દંડો તમારી કારમાં રાખઈદો નાઈટ ટ્રેવેલિંગ દરમિયાન જ્યારે રાત્રે કોઈ હેરાન ગતિ કરે ત્યારે તે કામમાં લાગી શકે છે.
પાણીની બોટલ
ભલે તમારો રસ્તો હમેશા દુકાનો પાસેથી જ પસાર થતો હોય પણ છતાંપણ કારમાં પાણીની બોટલ રાખવી જોઈએ. તેની જરૂર તમને કે તમારી સાથે મુસાફરી કરી રહેલ લોકોને પડી શકે છે. કોઈ ઈમરજન્સી જેવી પરિસ્થિતિ માં તે કામ લાગે છે.
એયર કમ્પ્રેશર પંપ
૪૦૦ રૂપિયાથી ઓછામાં આવી જતા આ પંપ હવા ઓછી થાય અને પંચર થવું બન્ને પપરિસ્થિતિ માં ખુબ કામ આવે છે. તમારી કારના પાવરથી ચાલતા આ પંપ થોડી સેકન્ડ માં ટાયરોમાં હવા ભરી દે છે. તમે ધારો તો મેન્યુઅલ પંપ પણ લઇ શકો છો. ઈલેક્ટ્રોનિક પંપ લો તો એટલું જરૂર જોઈ લેવું કે તે દરેક ટાયર સુધી પહોચી જાય.