વિશ્વભરમાં આવેલી છે આવી સૌથી ઊંચી -ઊંચી બિલ્ડિંગ્સ, જેને જોઈને ચક્કર આવવા લાગે છે
- વિશ્વભરમાં આવેલી છે ઊંચી બિલ્ડિંગ
- ભલભલાને ઊંચાઈએ આવે છે ચક્કર
સામાન્ય રીતે આપણે થોડી ઊંચાઈ એ જઈએ અને નીચે જોઈએ છીએ તો આપણાને ચક્કર આવવા લાગે છે, તો વિચારો કે બૂર્જ ખલીફા જેવી ઊંચી ઊંચી બિલ્ડિંગની ઉપર જઈને નીચે જોવાથી આપણી હાલત શું થાય. કદાચ કેચલા લોકોની તો હિમ્મત પણ નહી થાય , તો ચાલો જોઈએ આવી ઊંચી ઈમારતો કંયા ક્યાં વિશઅવભરમાં આવેલી છે, જે તેની ઊંચાઈની ખાસિયતથી જાણીતી છે.
સ્વાભાવિક વાત છે બૂર્જ ખલિફાનું નામ તો પહેલા જ સ્થાન પર આવે ,8 લાખ અબજ ડોલરના ખર્ચે તૈયાર થયેલ દુંબઈનું બુર્જ ખલીફા દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગ છે જે 168 માળ ધરાવે છે, બુર્જ ખલીફા બિલ્ડિંગની ઉંચાઈ 828 મીટર છે.21 સ્પટેમ્બર 2004ના રોજ શરૂ કરી વર્ષ 2010માં બુર્જ ખલિફાનું નિર્માણ કાર્ય પુરૂ થયું હતું.
આ સાથે જ ચીન તેની ટેકનોલોજીના કારણે જાણીતું છે જે ઓછા સમયમાં અનેક વસ્તુ તૈયાર કરી જાણ છે. જેમાં ચીનના શાંધાઈ શહેરમાં આવેલા શાંધાઈ ટાવરની ઉંચાઈ 632 મીટર છે.આ સુંદર ઈમારતનું નિર્માણ વર્ષ 2015માં થયું હતું.જેમાં સ્કાય-વોકની મજા માણી શકાય છે. કાચના ફ્લોરવાળા વોકવે પરથી ‘હુઆંગ પુ રિવર’, સુંદર ઈમારતો, રસ્તા પર દોડતી નાની નાની દેખાતી કારના દર્શન મંત્રમુગ્ધ કરી જાય છે
સાઉદી અરેબિયાનું પ્રસિદ્ધ મક્કા શહેરમાં આવેલ મક્કા રોયલ ક્લોક ટાવરની ઉંચાઈ 1972 ફૂટ એટલે કે 601 મીટર છે.આ ટાવરનું નિર્માણ વર્ષ 2012માં પૂર્ણ કરવામાં આવ્યું હતું.જેની ઊંચાઈ પર ખૂબ સરસ રચના કરવામાં આવી છે,
દુનિયાની સૌથી ઉંચી ઈમારતોમાં પિંગ એન ફાઈનાન્સ સેંટર ચોથા નંબર પર આવે છે.ચીનના શેનઝેન શહેરમાં આ બિલ્ડિંગ આવેલ છે.પિંગ એન ફાઈનાન્સ સેંટરની ઉંચાઈ 599.1 મીટર છે.પિંગ એન ફાઈનાન્સ સેંટરને પિંગ એન ઈંશ્યોરન્સ કંપની દ્રા બનાવાઈ છે.
વિશ્વભરમાં સૌથી ઉંચી ઈમારતોમાં 5માં સ્થાન પર છે લિટ્ટે વર્લ્ડ ટાવર.લીટ્ટે વર્લ્ડ ટાવરની ઉંચાઈ છે 554.5 મીટર.લીટ્ટે વર્લ્ડ ટાવર સાઉથ કોરિયાના સિયોલ શહરમાં આવેલ છે.જે સાઉથ કોરિયાની સૌથી ઉંચી અને દિનિયાની 5માં નંબરની બિલ્ડિંગ છે.
અમેરિકાના ન્યુ યોર્કમાં મેનહૈટન શહેરમાં આવેલું છે વન વર્લ્ડ સેન્ટર.આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા બાદ તે જ સ્થળ પર બનાવવામાં આવેલી ઈમારત છે.વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઉંચાઈ 541.3 મીટર છે.