આપણા જ દેશમાં આવેલી છે આવી કેટલીક અવનવી જગ્યાઓ – જાણો તેની ખાસિયતો
- આપણા દેશમાં આવેલી છે અનેક અજાયબીઓ
- અવનવી જગ્યાઓની ઘણી ખાસિયતો પણ છે
આપણા દેશમાં અનેક અજાયબીઓ આવેલી છે, જો કે દેશમાં એવી કેટલીક જડગ્યાઓ પણ છે જેના વિશે તમે ક્યારેય નહી સાંભળ્યું હોય તો ચાલો જોઈએ કેટલીક અજાયબી વિશે.જેમાં અનેક અવનવી જગ્યાઓનો સમાવેશ થાય છે.
જો કે લોકોએ દુનિયાની 7 અજાયબીઓ વિશે સાંભળ્યું હશે. પરંતુ ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ત્યારે આજે અમે તમને રહસ્ય, સાહસ અને સુંદરતાથી ભરેલી કેટલીક જગ્યાઓ વિશે જણાવીયે.
પહેલા વાત કરીએ નોકાલીકાઈ ધોધની જે મેઘાલયમાં ચેરાપુંજી નજીક આવેલો છે. જે ભારતના સૌથી ઊંચા ધોધમાંનો એક ઘોઘ છે. આ ધોધ 1 હજાર 115 ફૂટની ઊંચાઈથી પડે છે. આ ધોધને સ્થાનિક લોકો ઉદાસી ધોધ તરીકે પણ ઓળખે છે.
બીજી અજાયબીની વાત કરીએ તો તે છે હૃદય આકારનું તળાવ જે કુદરતી રીતે રચાયેલ હૃદય આકારનું તળાવ કેરળના ચેમ્બ્રા શિખર પર આવેલું છે. જે વાયનાડનું સૌથી ઊંચું શિખર છે. જે દરિયાની સપાટીથી 2100 મીટરની ઉંચાઈ પર છે
ત્રીજી અજાયબીની જો વાત કરવામાં આવે તો શ્રીકૃષ્ણના માખણ બોલનું જે એક રહસ્યમય જગ્યા છે જે તમિલનાડુના મહાબલીપુરમમાં હાજર પ્રાચીન પથ્થર લગભગ 1200 વર્ષ જૂનો છે. આ રહસ્યમય પથ્થર લગભગ 20 ફૂટ ઊંચો અને 15 ફૂટ પહોળો છે. આનું રહસ્ય ચોંકાવનારુ છે. આ પથ્થરનું વજન લગભગ 250 ટન છે. કેટલાક લોકો આ પથ્થરને શ્રી કૃષ્ણનો માખણ બોલ પણ કહે છે.
ચોથી અજાયબીની વાત કરીએ તો ખડકોથી બનેલી માળા તિરુમાલા પહાડી મંદિરથી એક કિલોમીટર દૂર કમાનવાળા ખડકો છે. આ ખડકો 2500 વર્ષથી વધુ જૂના છે. સ્થાનિક લોકો આ કુદરતી ઘટનાને સિલાથોર્નમ કહે છે, જેને ખડોકોની માળા કહેવાય છે
લોનર ક્રૈટર લેક, મહારાષ્ટ્રમાં દુનિયાનું સૌથી મોટું વાટકાના આકારનું બનેલું તળાવ છે. આ સુંદર તળાવનો નજારો તમને મહારાષ્ટ્રમાં જોવા મળશે. ક્રૈટર એક એવો ખાડો હોય છે, જે આંતરિક વિસ્ફોટથી બને છે. આ લોનર ક્રૈટર લેક 50,000 વર્ષ જૂનું છે. અને તે ઉલ્કાના અથડાવાથી બન્યું હતું. અને તળાવની ચારેય તરફ લીલું ઘાસ હોવાને કારણે આ જગ્યા શાંત અને મનને સુકુનથી ભરેલી છે.