આ ગામમાં દિવસ હોય છે અજીબ, જાણો એવું તો શું છે અહીંયા
ભારતમાં તથા વિશ્વમાં કેટલીક જગ્યાઓ એવી છે કે જેને જોઈને લોકો વિશ્વાસ નથી કરી શકતા કે આવું કેવી રીતે બની શકે, પણ જો કે તે વાતને આખરે માનવી જ પડે છે. અહીં આપણે કોઈ જાદુ કે ભૂતની વાત નથી કરી રહ્યા પણ અહીં વાત એવી છે કે જેને જાણીને તમે ચોંકી જશો.
ભારતમાં એક એવું વિચિત્ર ગામ પણ છે, જ્યાં ક્યારેય સાંજ પડતી નથી. આ ગામ તેલંગાણાના પેદ્દાપલ્લી જિલ્લાનું કોડુરુપકા ગામ છે. આ ગામ એક સમયે નિઝામ શાસકો માટે ફરવા માટે ખાસ વિસ્તાર માનવામાં આવતું હતું. હવે તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ ગામમાં ક્યારેય સાંજ નથી પડતી.દિવસ અને રાત્રિના 24 કલાકમાં અહીં માત્ર સવાર, બપોર અને રાત્રિનો જ સમય આવે છે.
આ ગામ ચારે બાજુથી ટેકરીઓથી ઘેરાયેલું છે. આ કારણોસર, અહીં ઘણી હરિયાળી છે અને સ્વચ્છ વાતાવરણ આરામ આપે છે. તેની વિશેષતાના કારણે આ ગામ ફરી એક પ્રવાસન સ્થળ બની રહ્યું છે. અહીં સૂર્ય મોડો ઊગે છે અને વહેલો સંતાઈ જાય છે. આ ગામની આસપાસ પહાડો છે. પૂર્વમાં ગોલા ગુટ્ટા, પશ્ચિમમાં રંગનાઇકુલા ગુટ્ટા, દક્ષિણમાં પમુબંદા ગુટ્ટા અને ઉત્તરમાં નમ્બુલાદ્રિ સ્વામી ગુટ્ટા હિલ્સ છે. આ કારણે સૂર્યના ઉદય અને અસ્ત થવાનો સમય પ્રભાવિત થાય છે.
4 વાગે અંધારું થઈ જાય છે સૂર્યોદય થતાં જ પૂર્વમાં સ્થિત ગોલા ગટ્ટા ટેકરી ઉગતા સૂર્યની દીવાલ બની જાય છે. જેના કારણે સૂર્યપ્રકાશ ગામમાં મોડો પહોંચે છે. અન્ય સ્થળોની સરખામણીમાં સૂર્યના કિરણો સાઠ મિનિટના વિલંબ સાથે ગામ પર પડે છે.