આજના સમયમાં ટુ-વ્હીલરની માંગ ઘણી વધી રહી છે. મોટાભાગના લોકો ઓફિસ જવા માટે અને કોઈપણ કામ માટે ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે. ઉનાળા દરમિયાન, ઘણા બાઇક રાઇડર્સ ફરિયાદ કરે છે કે બાઇકનું એન્જિન ખૂબ ગરમ થઈ જાય છે. એવામાં લોકોને ખબર નથી હોતી કે બાઈકના એન્જીનને કેવી રીતે ઠંડુ કરાય.
• એન્જીન પંપમાં સમસ્યા
ક્યારેક એન્જિન પંપમાં સમસ્યાને કારણે બાઇકનું એન્જિન વધુ ગરમ થઈ જાય છે. આવામાં એન્જિનના તમામ ભાગોમાં ઓઈલ પૂરું પાડવામાં આવતું નથી, જેના લીધે બાઇકનું એન્જિન ગરમ થઈ જાય છે. ઓઈલના પંપની નિયમિત ચેક કરવુ જોઈએ.
• એન્જીન ઓલનું સ્તર
ચોમાસામાં પણ બાઈકનું એન્જીન ગરમ થઈ જાય તો શક્ય છે કે બાઇકમાં એન્જીન ઓઈલની કમી હોય. આવામાં એન્જિનના ભાગો વચ્ચે ઘર્ષણ વધે છે, જેના કારણે ક્યારેક એન્જિનમાંથી અવાજ આવવા લાગે છે. જો બાઇકમાં એન્જિન ઓઇલનું સ્તર નીચે ગયું હોય, તો તેને રિફિલ કરો.
• એર ફિલ્ટ ગંદુ થવું
ઘણી વખત બાઇકના એર ફિલ્ટરમાં ગંદી હવા જમા થાય છે. આવામાં એન્જિનને એર પ્રેશરનું દબાણ મળતું નથી, જેના કારણે એન્જિન ઝડપથી ગરમ થઈ શકે છે. જો એર ફિલ્ટર ખૂબ જ ગંદુ થઈ ગયું હોય, તો તેને મિકેનિક દ્વારા સાફ કરાવો.
• કૂલેન્ટ કે પંખામાં સમસ્યા
બાઇકનું એન્જીન વધારે ગરમ થઇ જાય તો શક્ય છે કે બાઇકમાં કોઇ મોટી ખામી હોય એન્જિનમાં કોઈ પ્રકારની સમસ્યા છે જેમ કે કૂલન્ટ અથવા બાઇકના પંખામાં. આવામાં બાઇકના કૂલન્ટ લેવલને તપાસો.