1. Home
  2. ગુજરાતી
  3. મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કમલનાથને મહત્વની જવાબદારી સોંપે તેવી શકયતા
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કમલનાથને મહત્વની જવાબદારી સોંપે તેવી શકયતા

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કમલનાથને મહત્વની જવાબદારી સોંપે તેવી શકયતા

0
Social Share

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના તહેરા ઉપર ચૂંટણી લડશે. મધ્યપ્રદેશના કોંગ્રેસના મોટાભાગના નેતાઓ કમલનાથને સીએમ પદના ઉમેદવાર માનવામાં આવી રહ્યું છે. જો કે, કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી. રાયપુરમાં યોજનારા કોંગ્રેસના કોંગ્રેસના અધિવેશનમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકના સીએમ પદના ઉમેદવારોના નામને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીને લઈને રણીનીતિ તૈયાર કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે રાજસ્થાન સહિત પાંચેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાનમાં હાલ મુખ્યમંત્રી અશોક ગહેલોતની સરકાર છે. જો કે, રાજસ્થાનમાં કોંગ્રેસના નેતા-કાર્યકરો બે જૂથમાં વહેંચાયેલા છે. ગહેલોત અને સચિન પાયલોટ જૂથ વચ્ચે હાલ વિવિધ અટકળો વહેતી થઈ છે. જેથી હાલ રાજસ્થાનમાં સીએમ પદના ઉમેદવારને લઈને કોંગ્રેસમાં અવઢવ ભરી સ્થિતિ છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ ચાલુ વર્ષે ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં હાલ કોંગ્રેસના બે મોટા નેતા કમલનાથ અને દિગ્વિજયસિંહ છે. દિગ્વિજયસિંહ હાલ સાંસદ છે અને તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય છે. જેથી મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે મુખ્યમંત્રી પદનો ચહેરો કમલનાથ રહે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જોકે, રાજકીય વિશ્લેષકોનું અનુમાન છે કે રાયપુરમાં યોજાનાર કોંગ્રેસના અધિવેશનમાં રાજસ્થાનનો ચહેરો કોણ હશે તેના પર સર્વસંમતિ સાધવામાં આવી શકે છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના જણાવ્યા અનુસાર આ સંમેલનમાં કોંગ્રેસ આગામી સમયમાં લોકસભાની ચૂંટણીની સંપૂર્ણ રૂપરેખા તો તૈયાર કરશે, તેમજ વિવિધ રાજ્યોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે. આ સમેલનમાં કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયેલી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટક જેવી વિધાનસભાની ચૂંટણીઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસના આ સંમેલનમાં રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પાર્ટીનો ચહેરો પણ સ્પષ્ટ થવાની આશા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code