Site icon Revoi.in

પગની નસ ચઢી જવાની સમસ્યા થાય છે ? – આવું થાય ત્યારે શું કરવું જોઈએ જાણીલો,

Social Share

ઘણી વખત અચાનક જ તમારા પગની નસ ખેંચાતી હોય એવું લાગે છે,અથવા તો પગની બે આંગળીઓ એક સાથે ચોંટી જાય છે એટલે કે  સાદી ભાષામાં કહીએ તો નસ પર નસ ચઢી જાય છે, આવા સમયે પગને થોડો ફેરવવો પણ મુશ્કેલ બને છે,પગને હલાવી પણ શકાતો નથી અને અસહ્ય પીડાનો સામનો કરવો પડે છે, ઘણા લોકોને તરત નસ ઉતરથી નથી હોતી તો ઘણા લોકોને અમૂક સેકન્ડમાં ઉતરી જાય છે, તો ચાલો જ્યારે આવી સ્થિતિ સર્જાય ત્યારે શું કરવું તે જાણીએ

નસ ચઢીજવાનું ખાસ કરાણે  શારીરિક નબળાઈ છે. આ સાથે જ બીજા કારણો જેમ કે શરીરમાં પાણીની ઉણપ, લોહીમાં પોટેશિયમ અને કેલ્શિયમની ઉણપ, શરીરમાં મેગ્નેશિયમ અને મિનરલ્સની ઉણપ, વધુ પડતો આલ્કોહોલ પીવો, કોઈ રોગને કારણે વધુ નબળા થઈ જવું, વધુ ટેન્શન લેવું, ખોટી સ્થિતિમાં બેસવું જેવા કારણો નસ પર નસ  ચઢવા માટે જવાબદાર હોઈ કે છે.

શું કરવું જોઈએ આવી સ્થિતિમાં જાણીલો

બરફ બેસ્ટ ઓપ્શન – નસ ચઢી જાય ત્યારે બરફ ઘસી શકાય છે. જ્યાં નસ ચઢી ગઈ હોય તે ભાગમાં કપડામાં બરફ લઈને ધસો. આમ કરવાથી તરત રાહત મળે છે.

સ્ટ્રેચિગં કરો – જ્યારે નસ ચઢી જાય ત્યારે શરીરના તે ભાગને સ્ટ્રેચ કરવાથી આ સમસ્યામાંથી તરત જ રાહત મળશે,. તમારા સ્નાયુઓ જે દિશામાં ખેંચે છે તેની વિરુદ્ધ દિશામાં ખેંચવું ફાયદાકારક છે. જો કે, ધ્યાનમાં રાખો કે તમે વધુ તાકાત લગાવી નહી નહી તો નુકાશ થઈ શકે છે.

સોલ્ટઃ- જ્યારે નસ પર નસ ચઢી જાય, ત્યારે મીઠું  ખાઈલો, જીભ વડે મીઠું ચાટીલો . મીઠામાં પોટેશિયમ હોય છે. શરીરમાં પોટેશિયમની ઉણપને કારણે નસો ચઢી જાય છે. તેથી થોડું મીઠું ચાટવાથી ફાયદો થવા લાગે છે

કેળાનું કરો સેવનઃ- જ્યારે નસ ચઢી જાય ત્યારે કેળાનું સેવન નસો ચઢવામાં રામબાણ સાબિત થાય છે. કેળામાં પોટેશિયમ પણ ઘણું હોય છે. તેથી જો નસ ચઢી જવાના કારણે શરીરમાં પોટેશિયમની ઉણપ હોય તો કેળા ખાવાથી નસ ઉતરી જાય છે.