Site icon Revoi.in

માથા પર તિલક કર્યા પછી તેના પર ચોખા ચોંટાડવા પાછળ કારણ છે ખાસ, જાણો તમે પણ

Social Share

હિન્દુ ધર્મમાં પૂજા-પાઠ હોય કે ધાર્મિક વિધિ. તેમાં ચોખાનો ઉપયોગ અચૂક કરવામાં આવે છે. ચોખાને અક્ષત પણ કહેવાય છે. તેના વિના કોઈ પૂજા પૂર્ણ ગણાતી નથી. અક્ષતનો અર્થ થાય છે જે તૂટેલું ન હોય. પૂજા દરમિયાન ચોખાનો ઉપયોગ એટલે જ કરવામાં આવે છે કે પૂજામાં કોઈ પણ પ્રકારની બાધા ન આવે અને તે ખંડિત ન થાય. પૂજા પાઠ ઉપરાંત જ્યારે પણ કોઈ વ્યક્તિને તિલક કરવામાં આવે છે તો તેના પછી પણ કંકુ ઉપર ચોખા લગાડવામાં આવે છે.

કોઈપણ વ્યક્તિને તિલક કે ચાંદલો કરો તો તેના પર ચોખા લગાડવા જ જોઈએ. ચોખા લાંબા આયુષ્યનું પ્રતિક છે. ચાંદલો કે તિલક કર્યા પછી તેના પર ચોખા એટલા માટે લગાડવામાં આવે છે કે તે વ્યક્તિની ઉંમર લાંબી થાય.

ચોખા શુદ્ધતાનું પણ પ્રતીક છે ભગવાનની પૂજામાં પણ જ્યારે તેમને તિલક કરવામાં આવે છે તો પછી ચોખા લગાડવામાં આવે છે. ચોખાનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જા વધે છે.

ધાર્મિક શાસ્ત્ર અનુસાર કપાળ પર તિલક કે ચાંદલો કર્યા પછી તેની ઉપર ચોખા લગાડવાથી ગ્રહોનો અશુભ પ્રભાવ ઓછો થઈ જાય છે. કપાળ પર ચોખા લગાડવાથી ઉર્જા કેન્દ્રિત થાય છે અને આ ઊર્જાનો સંચાર આખા શરીરમાં થાય છે જેના કારણે વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે.

ચોખા સંપન્નતાનું પ્રતીક છે. કપાળ પર તિલક કર્યા પછી ચોખાનો ઉપયોગ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે. જે વ્યક્તિ નિયમિત કંકુથી ચાંદલો કરી અને તેના ઉપર ચોખા લગાડે છે તેના જીવનમાં ધનની ખામી રહેતી નથી.