દેશમાં એક આવું પણ ગામ છે જ્યાં ચોરી થવાનો લાગતો નથી ભય,ઘરબાર-દુકાનો કાયમ રહે છે ખુલ્લી
- રાજસ્થાનનું બુંદી ગામ ખાસ જાણીતું
- આ ગામના ઘરોમાં નથી મરાતા તાળા
- આના પાછળ નું કારણ છે ખાસ
દેશ અને દુનિયામાં અવનવી બાબતો જાણવા મળતી હોય છે અવનવી અજાયબીઓ જોવા મળતી હો છે કેટલાક રહસ્યો હોય છે તો કેટલીક અજૂગતી વાતો હોય છે, તો આજે આપણે આવાજ એક ભારતના રાજ્સ્થાનના કોટા જીલ્લામાં આવેલા બુંદી ગામની ખાસિયત વિશે વાત કરીશું.
સામાન્ય રીતે આપણે ઘરમાંથી બહાર જતા તાળું મારવાનું ભૂલતા નથી, ઘરમાં ચોરી કે લૂંટ જેવી ઘટનાને અંજામ આપે, પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં એક ગામ છે. જ્યાં લોકો ક્યારેય તેમના ઘરને તાળા મારતા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામમાં રહેતા લોકો ઘરની બહાર નીકળતી વખતે ક્યારેય ઘરને તાળું મારતા નથી. ખરેખર, આ ગામ રાજસ્થાનના કોટા ડિવિઝનના બુંદી જિલ્લામાં છે, જેનું નામ કેશવપુરા છે.
રિપોર્ટ પ્રમાણે બુંદી જિલ્લાથી લગભગ 20 કિલોમીટરના અંતરે આવેલું કેશવપુરા ગામ લગભગ એક હજાર લોકોની વસ્તી ધરાવે છે. આમાં ગુર્જર, માલી અને મેઘવાલ સમુદાયના લોકો રહે છે. એવું કહેવાય છે કે આ ગામમાં ચોરી, લૂંટ, હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ ક્યારેય બની નથી.
હવે તમે વિચારતા હશો કે આ લોકો આવું કેમ કરે છે, શું તેમને ચિંતા નથી કે તેમના ઘરમાં કોઈ ચોરી કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ આ પાછળનું કારણ. વાસ્તવમાં, બુંદી જિલ્લાના કેશવપુરા ગામના લોકોને વિશ્વાસ છે કે તેમના ગામમાં ચોરી કે અપરાધ જેવી વસ્તુઓ થઈ શકે નહીં. જ્યારે પણ લોકો બહાર જાય છે ત્યારે તેઓ તેમના ઘરને તાળા મારતા નથી.
અહીંના સ્થાનિક લોકોનું માનવું છે કે આ ગામમાં ઘણા વર્ષોથી કોઈ ગુનાહિત ઘટના બની નથી. ગામમાં તમામ લોકો ભાઈચારાથી રહે છે. આ લોકો પશુપાલન વગેરે વ્યવસા સાથે જોડાયેલા ,અહીના લોકોનું કહેવું કે અહીં રામ રાજ્ય છે. બીજી તરફ, જ્યારે પણ કોઈ નાનો વિવાદ થાય છે, ત્યારે અદાલતો, કોર્ટથી દૂર રહીને, પોતાની વચ્ચે સમજૂતી કરીને મામલો થાળે પાડી દે છે.આ ગામના લોકો પોતાના ઘરને તાળા મારતા નથી, તેઓ દરવાજાને યખાલી આગળો લગાવીને જ પોતાના કામ પર જાય છે. અહીં લોકોને એકબીજા પર ભરોસો છે, તેથી કોઈને તેની ચિંતા નથી.