Site icon Revoi.in

આ ડિવાઈસનો ઉપયોગ કરવામાં પણ ડેટા લીક થઈ જવાનો ભય

Social Share

આજના સમયમાં મોટાભાગની કંપનીઓ લોકોનો ડેટા એકત્રિત કરી રહી છે. આજના સમયમાં ડેટા એટલે સૌથી મોટો બિઝનેશ એમ કહી શકાય.આવામાં લોકોએ જો પોતાનો ડેટા અથવા જાણકારીને ખોટી રીતે શેર થતા કે લીક થતા રોકવી હોય તો સૌથી પહેલા આ પ્રકારના ડિવાઈસનો ઉપયોગ કરવાનું બંધ કરી દો.

જાણકારી અનુસાર હંમેશાં ચીની કંપનીઓ અને તેની ટેક્નોલોજી પર અનેક ગણા સવાલો ઉપજતા જ હોય છે! તાજેતરમાં તાઇવાનના વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે દેશની પ્રાઇવેટ કંપનીઓ અને તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલાં ચીની બનાવટનાં ડ્રોન તેમની ઇન્ફોર્મેશન બીજીંગ ટ્રાન્સફર કરી શકે છે! તાઇવાનના ઇન્સ્ટિટયૂટ ઓફ નેશનલ ડિફેન્સ એન્ડ સિક્યોરિટી રિસર્ચના ડાયરેક્ટર સુ ત્જુ-યૂને કહ્યું કે અગાઉ Xiaomi, Huawei અને ZTE મોબાઇલ ફોન અને DJI ડ્રોનના ફર્મવેરમાં ડેટા ટ્રાન્સમિશન સોફ્ટવેર સેટિંગ્સ મળ્યાં હતાં!

આ જ કારણસર US 2020 નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટે ફેડરલ ગવર્નમેન્ટને ચીની ડ્રોન ખરીદવા મનાઈ ફરમાવી છે. નિયમાનુસાર ચીન જ્યારે પણ મેન્યુફેક્ચર્સની જાણકારી આપવા માટેનું કહેવામાં આવે ત્યારે તે મનાઈ કરી શકતું નથી. જ્યારે પ્રાઇવેટ બિઝનેસ માટે અથવા તો અન્ય કોઇ ચીની ડ્રોનનો ઉપયોગ કરે છે, ત્યારે તેમાં સંકળાયેલી મહત્ત્વની ઇમેજ, ડેટા કે અન્ય માહિતી ચીની મેન્યુફેક્ચર્સને મોકલી પણ શકતું હોય છે.