Site icon Revoi.in

બજેટમાં ન તો ખેડૂતો માટે કોઇ રાહત છે ન તો ગરીબ કે મધ્યમવર્ગ માટેઃ શક્તિસિંહ ગોહિલ

Social Share

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા રજુ કરવામાં આવેલા બજેટને સંપૂર્ણ નિરાશાજનક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે મંદીથી, મુશ્કેલીઓથી લડી રહેલા દેશવાસીઓ માટે કોઈ રાહતની વાત આવશે એવી આશા હતી , પરંતુ આજનું બજેટ સંપૂર્ણ નિરાશાજનક રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, આ બજેટમાં ગુજરાતીઓ માટે કોઇપણ જાહેરાત કે, રાહતની વાત નથી. આ બેજેટમાં શબ્દોની સજાવટ સાથે બિહાર અને થોડીક ઓરિસ્સા તેમજ આંધ્રપ્રદેશ માટે જાહેરાત થઈ છે.

શક્તિસિંહએ કહ્યું કે, આ બેજટમાં ખેડૂતો માટે કોઈ જ રાહત નથી તેમજ ગરબ અને મઘ્યમ વર્ગના લોકો માટે કોઈ જ રાહત નથી. પ્લેટિનમને લઈ કહ્યું કે, કેન્દ્ર સરકારે પ્લેટિનમમાં ટેક્ષ ઘટાડવાનું કહ્યું જ્યારે પ્લાસ્ટિકમાં કર વધારવાનું કહ્યું છે પરંતુ આપણા દેશમાં પ્લેટિનમ વાપરનાર વર્ગ નાનો છે અને પ્લાસ્ટિક ખરીદનારો વર્ગ મોટો છે.

કેન્દ્રીય બજેટને લઇને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું કે, મનરેગા યોજના માટે કોઈ જ ગંભીરતા સાથે જાહેરાત કરી નથી. આંકડાશાસ્ત્ર વિભાગ માટે કોઈ જ નાણાંકીય જોગવાઈ કરવામાં આવી નથી. વધુમાં કહ્યું કે, ટેક્સ માટેની વાતો સામે સરકારે મલ્ટીટેક્સથી લોકોને લૂંટવાનું કામ કર્યું છે. બજેટની અસર શેરબજાર પર જોવા મળી છે, ગુજરાતને કોઈ મોટા લાભ અપાયા નથી. ગુજરાતને આ બજેટથી અન્યાય કરવામાં આવ્યો છે. સંરક્ષણમાં હજારો પદો ખાલી છે જેના કારણે યુવાનો સાથે અન્યાય થયો છે. તેમજ ગુલાબી પિક્ચર ગમે તેટલું રજૂ કરે પરંતુ દેશ દેવાદાર બની રહ્યો છે.