કેન્દ્રીય મંત્રીની રાજ્ય સરકારોને સલાહ – બર્ડ ફ્લુનો કોઈ ઈલાજ નથી, સાવધાની દાખવો
- કેન્દ્રીય મંત્રીની રાજ્ય સરકારોને આપી સલાહ
- મંત્રીએ કહ્યું -બર્ડ ફ્લુનો કોઈ ઈલાજ નથી, સાવધાની દાખવો
દિલ્હીઃ-એક બાજુ દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે દેશષ આખો વેક્સિનના ઈંતઝારમાં છે ત્યારે સરકાર દ્રારા વેક્સિનના કાર્યને વેગ આપવામાં આવી રહ્યો છે થોડા જ સમયમાં દેશમાં વેક્સિન આપવાનું કાર્ય પણ હાથ ધરાશે, ત્યારે હવે બીજી બાજુ દેશના કેટલાક રાજ્યોમાં બર્ડ ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે.
ત્યારે હવે દેશના જુદા જુદા રાજ્યોમાં ફએલાયેલા બર્ડ ફ્લુના મામલાઓ વચ્ચે કેન્દ્રના પશુપાલન અને ડેરી મંત્રી એવા સંજીવ બાલિયાને કહ્યુ છે કે, આ બીમારીનો કોઈ ઈલાજ નથી, તેવા સંજોગોમાં રાજ્ય સરકારોએ જ તમામ સાવધાની રાખવી પડશે.
ફેલાયેલા બર્ડફ્લુ મામલે સંજીવ બાલિયાને વધુમાં જણાવ્યું હતુ કે, પક્ષીઓમાંથી માણસમાં આ રોગ ફેલાઈ શકે છે તેવું હજી સુધી કોઈ પણ કેસ પ્રકાશમાં આવ્યો નથી.દેશમાં હાલમાં પાંચ રાજ્યો હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કેરલામાં બર્ડ ફ્લુના કેસ બહાર આવ્યા છે.જેમાંથી તે પોલટ્રીમાં ફેલાયા છે.હાલ રાજ્યના ,રકારોએ આ મામલે સાવચેતી દાખવવી જોઈએ.
મંત્રીએ તમામ રાજ્યોના સરકારોને ખાસ અપીલ કરી છે કે,બર્ડ ફ્લુને રોકવા માટે સાવધાની રાખે તે જરુરી છે.આ સિવાય પોલટ્રીને એક જગ્યાથી બીજી જગ્યાએ હેરફેર કરવા બાબતે પણ રોક લાગીવ દેવી જોઈએ,જેથી કરીને આ રોગ ફેલાતો અટકી શકે,ઉલ્લેખનીય છે કે, આ રોગના કારણ ેઅત્યાર સુધી દેશના કેટલાક રાજ્યોમાં સેકડો પક્ષીઓના મોત થયા છે
સાહિન-