નવી દિલ્હી: ઓપન સ્કૂલમાંથી 12મા ધોરણનો અભ્યાસ કરનારા સ્ટૂડન્ટ્સને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતા ડોક્ટર બનવાનો તેમનો માર્ગ સાફ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) અને રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ ઓપન સ્કૂલ હવે નીટ માટે એનએમસી દ્વારા માન્યા પ્રાપ્ત છે. હવે માન્યતા પ્રાપ્ત ઓપન સ્કૂલોમાંથી 12મા (10+2) પાસ સ્ટૂડન્ટ્સ પણ નીટ ક્ઝામમાં બેસવાને યોગ્ય હશે.
મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ઓપન સ્કૂલ સ્ટૂડન્ટ્સને નીટની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપનારા દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ આ મામલામાં સુપ્રીમ કોર્ટે સ્ટૂડન્ટ્સનો પક્ષ સાંભળતા તેમને મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ એટલેકે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્ર્સ ટેસ્ટ (નીટ)માં બેસવા માટે મંજૂરી આપી છે.
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એ તમામ લાખો સ્ટૂડન્ટ્સ માટે ખુશખબરી છે, જેઓ આર્થિક તંગી અથવા અન્ય કોઈ કારણોથી રેગ્યુલર અભ્યાસ કરી શકતા નથી અને તેમને ડોક્ટર બનવાનું સપનું સપનું જ બનીને રહી જાય છે. હવે આ સ્ટૂડન્ટ્સ પણ નીટની પરીક્ષા આપીને તબીબી અભ્યાસ કરી શકશે.
મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ 1997ના રેગ્યુલેશન ઓન ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનની કલમ-4(2)એની જોગવાઈઓ પ્રમાણે આવા ઉમેદવારોના નીટની પરીક્ષામાં બેસવાથી રોક લગાવી દીધી હતી. બાદમાં 2018માં દિલ્હી હાઈકોર્ટે આ જોગવાઈને ગેરબંધારણીય ગણાવીને તેને રદ્દ કરી હતી. એમસીઆઈની આ જોગવાઈને રદ્દ કરતા દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ ચંદ્રશેખરની ખંડપીઠે કહ્યું હતું કે મેડિકલે આ ધારણાને આગળ વધારી છે કે જે સ્ટૂડન્ટ્સ આર્થિક તંગી અને કઠિનાઈઓમાં તથા સામાજીક કારણોથી રેગ્યુલર સ્કૂલોમાં જતા નથી, તે અન્ય સ્ટૂડન્ટ્સની સરખામણીએ હીન અને ઓછા યોગ્ય છે.
કોર્ટે આવા પ્રકારની ધારણાને બંધારણીય જોગવાઈ અને લોકધારણા વિરુદ્ધ હોવાના કારણથી નામંજૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સાથે જ કહ્યું હતું કે તે બંધારણના અનુચ્છેદ-14 અને પ્રોફેશનલ ડિગ્રી પ્રાપ્ત કરવાનો અવસર આપવાના અધિકારનું ઉલ્લંઘન છે. બાદમાં એમસીઆઈએ આ ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી અને તેમાં આ નવો નિર્ણય સામે આવ્યો છે.
લાઈવ લૉ. ઈન ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ મુજબ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠની સમક્ષ આ મામલો રજૂ કરવામાં આવ્યો. જ્યારે મામલો ઉઠયો તો પ્રતિવાદીના વકીલે ડિવિઝન અને એનએમસીના અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ દ્વારા સંબંધિત દિનાંક- 02-11-2023ના પત્રની જણકારી આપી. આ પત્રમાં સીબીએસઈ અને રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ ઓપન સ્કૂલને નીટના ઉદેશ્ય માટે એનએમસી દ્વારા માન્યતા માટે વિચાર કરવામાં આવશે, તેવી વાત લખી હતી.
આ સિવાય તે તારીખે બોર્ડ દ્વારા જાહેર નોટિસ પણ કોર્ટની સમક્ષ મૂકવામાં આવી, જેમાં એનએમસીએ ગ્રેજ્યુએટ મેડિકલ શિક્ષણ વિનિયમ, 2023 તૈયાર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ઉમેદવારે આવશ્યક વિષયો સાથે 10+2 પાસ કર્યુંછે, તો તે નીટ-યૂજીમાં ઉપસ્થિત હોવા માટે યોગ્ય હશે. તેને જોતા પહેલા 1997ના નિયમોના સંભવિત રૂપને રદ્દ કરવામાં આવ્યું. કોર્ટમાં રાખવામાં આવેલા પત્ર અને જાહેર નોટિસના આધારે ખંડપીઠે કહ્યું છે કે આ સાફ છે કે સીબીએસઈ અને રાજ્ય શિક્ષણ બોર્ડ્સ દ્વારા માન્યતા પ્રાપ્ત ઓપન સ્કૂલોને નીટ પરીક્ષા આપવાના ઉદેશ્યથી એનએમસી દ્વારા માન્યતા આપવામાં આવશે.