Site icon Revoi.in

ગુજરાતમાં જધન્ય અપરાધ કરવાવાળાને કોઇ સ્થાન નથીઃ હર્ષ સંઘવી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં જધન્ય અપરાધ કરવાવાળાને કોઇ સ્થાન નથી. આવા અપરાધોને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં. તેવી ચેતવણી રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારોને આપી હતી. તેમજ કહ્યું હતું કે, રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તિના પરિણામે તાજેતરમા સુરત ખાતે થયેલ ગ્રીષ્માના હત્યા કેસમાં  કોર્ટ દ્વારા માત્ર ૭૦ દિવસમાં આ ગુનાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને ફાંસીની ફરમાવી છે.

ગૃહ મંત્રીએ ઉમેર્યુ કે, ગુજરાતમાં આવા જઘન્ય ગુનાઓ કરનારને રાજ્ય સરકાર ક્યારેય બક્ષવા માંગતી નથી. આ ચૂકાદાનો ભય કોઇપણ ગુનો કરનાર આરોપીના મગજમાં રહેશે. જેના પરીણામે ગુનો કરતા ફફડશે. ગ્રિષ્માના માતા-પિતાને તેમના ઘરે જઇ ઝડપી ન્યાય અપાવવા મે આપેલુ વચન પુર્ણ થયું છે. આરોપી ફેનિલને ફાંસિની સજા થતા અમે આપેલુ વચન આજે પૂર્ણ થયુ છે.

ગૃહ રાજ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, આ ઘટનામાં મળેલ ન્યાયને પરિણામે આ લડાઇ રાજ્ય સરકાર આગળ વધારશે. ગુજરાતમાં કોઇ પણ ગુનો બનશે તો ગુનેગારોને કડક સજા અપાવવા અને ભોગ બનનારને ન્યાય અપાવવા રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહેશે.  રાજ્યમા આવી એક પણ ઘટના બને એ સારૂ નથી. આગામી સમયમાં આવી ઘટનાઓ ન બને તે માટે રાજ્ય સરકાર નવી સ્ટ્રેટેજીથી કામ કરવા સઘન આયોજન કરશે.

ગ્રીષ્મા હત્યા કેસઃ આરોપી ફેનિલને અદાલતે મોતની સજા સંભળાવી

સુરત ગ્રામ્યના પાસોદરા ખાતે તા. 12મી ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે 21 વર્ષની યુવતી ગ્રિષ્મા નંદલાલ વેકરીયાની આરોપી ફેનિલ પંકજભાઇ ગોયાણી દ્વારા એકતરફી પ્રેમમાં જાહેરમાં ગળુ કાપી કરપીણ હત્યા કરીહતી. યુવતિના ભાઇ ધ્રુવ નંદલાલ વેકરીયા તેમજ યુવતીના મોટાબાપુ સુભાષભાઇને પણ આરોપી દ્વારા ગંભીર ઇજાઓ કરવામાં આવી હતી. આ ઘટનાની પોલીસને જાણ થતા જ પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોચી આરોપીને સ્થળ પરથી પકડી લીધો હતો. ગૃહ વિભાગ દ્વારા ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારી અને અન્ય ૭ અધિકારીઓની SITની રચના કરીને તપાસ  સોપવામાં આવી હતી.

SIT  દ્વારા ઓરલ, ડોક્યુમેન્ટરી, સાયન્ટિફિક, કોરોબ્રેટીવ અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ એકત્રિત કરી આરોપીને અટક કર્યા બાદ માત્ર પાંચ જ દિવસમાં આરોપી ફેનિલ સામે કુલ 2500 પાનાનું ચાર્જશીટ રજૂ કરાઇ હતી. આ ચાર્જશીટમાં નજરે જોનાર 27 સાક્ષી મળી કુલ 190 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં 62 આર્ટીકલ રિકવર કરાયા હતાં. તેમજ 23 પંચનામા પણ ખૂબ ટુંકા સમયમાં પૂર્ણ કર્યા છે.

તેમણે ઉમુર્યુ કે, આ ગુનાની ટ્રાયલ તા.28મી ફેબ્રુઆરીના રોજ શરૂ કરાઇ હતી. ગુનાની ટ્રાયલ દરમિયાન કુલ 105 જેટલા સાક્ષીઓને તપાસવામા આવ્યા હતાં અને ટ્રાયલ તા. 5મી એપ્રિલના સમગ્ર ટ્રાયલ દરમિયાન કેસ વોચમાં એક ડી.વાય.એસ.પી અને એક પી.આઇ. કક્ષાના અધિકારીને પેરવી અધિકારી તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી. રાજ્ય સરકાર તરફથી સમગ્ર કોર્ટ કાર્યવાહીના ભાગ રૂપે પુરાવા રજુ કરનાર અને આરોપીને સજા કરાવવા દલીલ રજુ કરાઇ હતી.

આ ઉપરાંત જિલ્લા સરકારી વકીલ તરીકે નયન સુખડવાલા, સુરતની નિમણુંક કરી હતી. આ કોર્ટ કાર્યવાહી ડીસ્ટ્રીક્ટ જજ વિમલ કે. વ્યાસ, પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ, સેશન્સ કોર્ટ-સુરત દ્વારા કરવામાં આવેલ અને આરોપીને 21મી એપ્રિલના રોજ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.