Site icon Revoi.in

મને મુખ્યમંત્રી પદ છોડવાનું કોઈ દુખ નથી: ઉદ્ધવ ઠાકરે

Social Share

મુંબઈ : સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક દ્વારા રાજ્યની જનતાને સંબોધિત કરી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામાની જાહેરાત પણ કરી હતી.આપી દીધુ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, અમે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરી દીધુ. અમારી સરકારે સતત લોકો માટે કામ કર્યું.

તેમણે કહ્યું કે, ફ્લોર ટેસ્ટનો કોઈ મતલબ નથી. કોની પાસે કેટલી સંખ્યા છે તેનાથી મારે કોઈ લેવાદેવા નથી.  મને મુખ્યમંત્રી પદ છોડવાનું કોઈ દુખ નથી. હું ઈચ્છતો નથી કે શિવ સૈનિક રસ્તા પર ઉતરે.

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, સ્થિતિ ઠીક કરવા માટે ઘણા પ્રકારના પગલા ભરવા પર વિચાર કરવામાં આવી રહ્યે હતા. કોંગ્રેસ મંત્રીમંડળમાંથી બહાર નિકળવા માટે પણ તૈયાર હતી. ઉદ્ધવ પ્રમાણે તેને સ્પષ્ટ નથી કે બળવાખોર ધારાસભ્યો કઈ વાતથી નારાજ હતા. જે પણ સારૂ લાગે છે, જે અમારા હતા, તેણે સાથ આપ્યો નહીં. અને જે તેને તે પોતાની સાથે માનતા નહોતા, તે અંત સુધી સાથે ઉભા રહ્યાં.

દરમિયાન ઉદ્ધવ ઠાકરે મોડી રાતના હતા જ્યાં તેમણે રાજ્યપાલને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું હવે મહારાષ્ટ્રમાં નવા કોણ મુખ્યમંત્રી બને છે તેની ઉપર લોકોને નજર છે.