Site icon Revoi.in

બજારમાં ટામેટા નથી, પણ ઓનલાઈન મળશે 70 રૂપિયા કિલો,જાણો સમગ્ર વાત

Social Share

દિલ્હી: ટામેટાને લઈને અત્યારે બજારમાં જોરદાર અછત જોવા મળી રહી છે, લોકો ટામેટા માટે પડાપડી કરી રહ્યા છે ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે જેને લઈને તમે પણ થોડા સમય માટે વિચારમાં તો પડી જશો. વાત એવી છે કે ઓએનડીસીના મેનેજિંગ ડીરેક્ટર ટી કોશીએ ટામેટાના વેચાણને લઈને જાણકારી આપતા કહ્યું કે સરકારી ઈ કોમર્સ પ્લેટફોર્મ ઓએનડીસીએ જુલાઈથી દિલ્હીવાસીઓ માટે સસ્તા ટામેટા આપવાની પહેલ શરુ કરી છે. આપ ઓએનડીસી પર ફક્ત 70 રૂપિયા કિલોના દરથી ટામેટા ખરીદી શકશો.

કેન્દ્ર સરકાર ગત અઠવાડીયે શુક્રવારે વાજબી ભાવ પર દેશભરમાં અલગ અલગ જગ્યા પર મોબાઈલ વૈન દ્વારા ટામેટા વેચી રહી છે. સરકારની કૃષિ સાથે જોડાયેલ માર્કેટિંગ એજન્સીઓ ભારતીય રાષ્ટ્રીય કૃષિ સરકાર વેચાણ સંઘ લિમિટેડ અને ભારતીય રાષ્ટ્રીય ગ્રાહક સહકારી સંઘ લિમિટેડ તેને વેચી રહી છે.

એનસીસીએફ અને એનએએફઈડી દ્વારા ખરીદવામાં આવેલા ટામેટાને શરુઆતમાં 90 રૂપિયા પ્રતિ કિલો પર વેચાય છે. ત્યાર બાદ 16 જુલાઈ 2023થી તેની કિંમત ઘટાડીને 80 રૂપિયા પ્રતિ કિલો કરી દેવામાં આવ્યા હતા. 20 જુલાઈથી કિંમત પર કાપ મુકીને 70 રૂપિયા પ્રતિ કિલો પર વેચવાનો નિર્ણય કર્યો છે. હવે 22 જુલાઈથી દિલ્હીમાં 70 રૂપિયાના દરથી ટામેટાનું ઓનલાઈન વેચાણ શરુ થઈ ગયું છે.

જો કે વિચારવા જેવી વાત તો એ છે કે શું ટામેટાની સંગ્રહખોરી થઈ રહી છે? અથવા ટામેટાની કિંમત દિવસે ને દિવસે વધે તે માટે બજારમાં ટામેટા આવી રહ્યા નથી? જો કે સૂત્રોના કહેવા પ્રમાણે આગામી થોડા દિવસોમાં ટામેટાના ભાવ સામાન્ય થાય તેવી સંભાવના છે. અને સરકાર દ્વારા સંગ્રહખોરી કરનારાઓને શોધવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવી શકે છે.