1. Home
  2. ગુજરાતી
  3. ચીનનું એક એવું ગામ જયા વધારે પડતાં લોકોની હાઇટ છે 2 થી 3 ફૂટ..
ચીનનું એક એવું ગામ જયા વધારે પડતાં લોકોની હાઇટ છે 2 થી 3 ફૂટ..

ચીનનું એક એવું ગામ જયા વધારે પડતાં લોકોની હાઇટ છે 2 થી 3 ફૂટ..

0
Social Share

આજે આપણે ચીનના એક એવા ગામ વિશે વાત કરી રહ્યા છીએ કે જ્યાં મોટાભાગના લોકોની સરેરાશ ઊંચાઈ ખૂબ જ ઓછી છે. આ રહસ્યમય ગામમાં લોકોની આટલી ઓછી ઊંચાઈ માટે અત્યાર સુધી વૈજ્ઞાનિકો માટે પણ એક રહસ્ય રહ્યું છે.

ચીનનું રહસ્યમય યાંગસી ગામ;
ચીનના સિચુઆન પ્રાંતના અંતરિયાળ વિસ્તારમાં આવેલ યાંગસી નામનું એક ગામ છે. જે પોતાની અનોખી વિશેષતા માટે દુનિયાભરમાં જાણીતું છે. આ ગામની અડધી વસ્તી વામન એટલે કે ઠીંગણા લોકોની છે. અહીંના 80 લોકોમાંથી લગભગ 40 લોકો ફક્ત 2 ફૂટ 1 ઈંચથી 3 ફૂટ 10 ઇંચ ઊંચા છે. તેથી જ તેમને “વા મનોનું ગામ” કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જાપાન દ્વારા છોડવામાં આવેલા ઝેરી ગેસથી આ ગામ પ્રભાવિત થયું હશે.

વૈજ્ઞાનિકો છેલ્લા 67 વર્ષથી રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ ગામમાં આટલા બધા લોકો આટલા નાના કેમ છે. પહેલા અહીંના લોકો એકદમ સામાન્ય હતા પરંતુ કેટલાક દાયકા પહેલા આ વિસ્તારમાં એક રહસ્યમય રોગ ફેલાયો હતો, જેના પછી અહી જન્મેલા બાળકોની ઊંચાઈ વધતી બંધ થઈ ગઈ. ચીની સરકારે આ ગામને બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલગ રાખવામાં આવ્યું છે. અહી કોઈ વિદેશીને આવવાની પરવાનગી નથી. સ્થાનિક લોકો આ ગામને કોઈ અશુભ શક્તિનો પ્રકોપ માને છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code