દિલ્હીમાં માત્ર એક દિવસનો કોલસો બચ્યો,ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે…
- ઘણા રાજ્યોમાં કોલસાની અછતને કારણે વીજકાપ
- દિલ્હીમાં બચ્યો માત્ર એક દિવસનો કોલસો
- દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહી આ વાત
દિલ્હી:દેશના ઘણા રાજ્યોમાં કોલસાની અછતને કારણે વીજ કાપ મુકવામાં આવ્યો છે.આ અંગે દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે,આખા દેશમાં કોલસાની ભારે અછત છે,કોઈ બેકઅપ નથી, વીજળીનો સંગ્રહ કરી શકાતો નથી.
આજે ઘણી જગ્યાએ 1 દિવસ માટે કોલસો બચ્યો છે,જ્યારે તે 21 દિવસનો હોવો જોઈએ.દિલ્હીની અંદર અમારી પાસે કોઈ પેમેન્ટ પેન્ડિંગ નથી. કેન્દ્ર સરકારે કોલસાના રેક્સ વધારવું જોઈએ. સંકલનનો અભાવ છે.તેને ઠીક કરવું પડશે.
તેમણે વધુમાં કહ્યું કે,આખા દેશની અંદર કોલસાની તીવ્ર અછત છે અને તેનું સૌથી મોટું કારણ એ છે કે,રેલવે રેક છે, જે ટ્રેનો છે, તેની ઉપલબ્ધતા ઓછી છે અને કોલસાની પણ અછત છે, જેના કારણે તમામ આખા દેશની અંદર પાવર પ્લાન્ટ છે, તેની અંદર કોલસાની ખૂબ જ ગંભીર સમસ્યા છે.