Site icon Revoi.in

પાકિસ્તાન સરકાર અને IMF વચ્ચે ટેક્સ મામલે સહમતી ના સધાઈ, પાકિસ્તાનની મુશ્કેલી વધી

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ નબળી છે અને મોંઘવારી તેની ટોચ પર છે. પાકિસ્તાનને દેવાના બોજમાંથી રાહત મળી રહી નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાનને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. જ્યાં લોનને લઈને IMF સાથે પાકિસ્તાનની ચાલી રહેલી વાતચીત કોઈ પરિણામ વગર સમાપ્ત થઈ ગઈ છે. આવકવેરાના દરો, કૃષિ અને આરોગ્ય ક્ષેત્રની કિંમતો પર ટેક્સ પર કોઈ સહમતિ સઘાઈ ન હતી, જે પછી IMFએ પણ વાતચીત અટકાવી દીધી હતી.

પાકિસ્તાનમાં મોંઘવારી તેની ટોચ પર છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન સરકાર પગારદાર અને નોન-સેલેરી કરદાતાઓ પાસેથી 4.67 લાખ રૂપિયાથી વધુના આવક પર 45 ટકા ટેક્સ વસૂલવાનું વિચારી રહી છે. જો કે, આ સમયગાળા દરમિયાન, પાકિસ્તાનમાં 5 લાખ રૂપિયાથી વધુની આવક પર 35 ટકા ટેક્સ લાગુ થાય છે.

એવું માનવામાં આવે છે કે, જે રીતે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાકિસ્તાનમાં તેની શરતો પૂરી કરાવવા માંગે છે. આવી સ્થિતિમાં જો પાકિસ્તાન સરકાર તેને લાગુ કરશે તો તેની સીધી અસર દેશના લોકો પર પડશે, જેના કારણે સરકારને પણ જનતાના રોષનો સામનો કરવો પડી શકે છે. IMF આગામી બજેટમાં નિકાસકારો પર ટેક્સ વધારવા માટે પાકિસ્તાન પર દબાણ બનાવી રહ્યું છે. જેના પર શાહબાઝ સરકાર સહમત થઈ ગઈ છે. આ વર્ષે નિકાસકારોએ રૂ. 86 અબજ ચૂકવ્યા છે, જે પગારદાર કર્મચારીઓના ટેક્સ કરતાં 280 ટકા ઓછા છે. જોકે, પાકિસ્તાન સરકારે IMF સમક્ષ પેન્શન પર પણ ટેક્સ લાદવાની ઈચ્છા રજૂ કરી છે.

IMFએ શાહબાઝ સરકાર સમક્ષ એક શરત મૂકી છે કે પગારદાર, નોન-સેલેરી અને અન્ય આવક સંબંધિત સ્લેબને એકમાં મર્જ કરવામાં આવે. જો કે, પાકિસ્તાન સરકારે આવકવેરાની વાર્ષિક મર્યાદામાં 9 લાખ રૂપિયાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેના પર IMFએ મહત્તમ આવકવેરાના દરને 35 થી વધારીને 45 ટકા કરવાની માંગ કરી છે. હાલમાં શાહબાઝ સરકાર IMFની આ શરત સ્વીકારવા તૈયાર નથી. પરંતુ, આવકવેરો વર્તમાન રૂ. 6 લાખ પર રાખવા જણાવાયું છે.