Site icon Revoi.in

ઇમ્યૂનોથેરાપીના કેટલાક ટ્રાયલ થયા અને ગંભીર બીમારીથી મળ્યો લોકોને છૂટકારો

Social Share

કેટલીક બીમારી વ્યક્તિને એવી થાય છે કે તે બીમારી વ્યક્તિનો જીવ લઈને જ જાય છે. આ વાક્ય પછી વ્યક્તિને જાણ તો થઈ જ ગઈ હશે કે અહીંયા કઈ બીમારીની વાત કરવામાં આવી રહી છે. અહીંયા કેન્સરની વાત કરવામાં આવી રહી છે. મોટાભાગના લોકો માને છે કે કેન્સર નામની બીમારીથી વ્યક્તિનું મોત તો થઈ જ જાય છે, પણ આ વાત આગામી વર્ષોમાં ખોટી સાબિત થવા લાગશે.

જાણકારી અનુસાર ન્યૂયોર્કના મેમોરિયલ સલોન કેટરિંગના એક કેન્સર સેન્ટરના કિલનિકલ ટ્રાયલમાં જોડાયેલા તમામ 14 કેન્સરગ્રસ્તોનું કેન્સર મટી જવાનો દાવો કરવામાં આવ્યો છે. તેના માટે પ્રયોગિક ધોરણે ઇમ્યૂનોથેરાપી પર આધારિત દવા આપવામાં આવી હતી. આ અંગેનો સ્ટડી ન્યૂ ઇગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયો છે.

પ્રકાશિત વિગતો મુજબ તમામ 13 દર્દીઓ ગુદા કેન્સરથી પીડિત હતા. દર્દીઓને દર ત્રણ હપ્તે દવાનો ડોઝ આપવામાં આવ્યો હતો. આ પ્રયોગ 6 મહિના સુધી ચાલતો રહયો હતો. પ્રયોગ સાથે સંકળાયેલા તબીબોનું માનવું હતું કે દર્દીને ત્યાર પછી કીમોથેરાપી, રેડિએશન થેરાપી અને સર્જરી જેવી જાણીતી સારવારની પણ જરુર પડશે. જો કે 6 મહિના પછી સંશોધકોના ધ્યાનમાં આવ્યું કે પ્રયોગ સાથે સંકળાયેલા તમામ દર્દીઓને કેન્સર મટી ગયું હતું. આમતો કલિનિકલ ટ્રાયલ તો અનેક વાર થયા છે પરંતુ પ્રયોગ સાથે સંકળાયેલા તમામ દર્દીઓને કેન્સર મટી ગયું હોવાનું પ્રથમ વાર ધ્યાનમાં આવ્યું હતું.

ગુદામાં કેન્સરનું મ્યૂટેશન ધરાવનારા દર્દીઓ પર ઇમ્યૂનોથેરાપીની ધાર્યા કરતા પણ વધારે અસર થઇ હતી. આને મિસમેચ રિપેયર ડેફિશિએટ એટલે કે રેકટલ કેન્સર પણ કહેવામાં આવે છે. આ એક એવું કેન્સર છે જેમાં કીમોથેરાપી ખાસ અસર કરતી નથી. પરીક્ષણ દરમિયાન કેન્સર મટી ગયું એટલું જ નહી શરીરના બીજા ભાગમાં ફેલાયું ન હતું કે તેના કોઇ અવશેષ પણ જોવા મળતા ન હતા. જો કે આ પ્રયોગ હજુ પણ ચાલું છે પરંતુ જે પણ પરીણામ મળ્યું છે દુનિયાના કરોડો લોકો માટે ઉત્સાહ વધારનારું છે.