દેશમાં બનશે 82 લાખ વેક્સિનેશન સેન્ટર – પ્રથમ તબક્કામાં માત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો થશે ઉપયોગ
- દેશમાં 82 લાખ ટીકાકરણ કેન્દ્ર બનશે
- પહેલા ચરણમાં માત્ર પીએચસીનો ઉપયોગ થશે
- ટિકાકરણની તૈયારીઓ પુરજોશમાં
દિલ્હીઃ-દેશ અને દુનિયામાં કોરોના વેક્સિનને લઈને આતુરતાથી રાહ જોવાઈ રહી છે, વેક્સિન લાવવાની ગતિ તીવ્ર બની છે. દરમિયાન ભારતમાં કોરોના રસીકરણ માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ભારતમાં રસીકરણ માટે લગભગ 82 લાખ રસીકરણ કેન્દ્રો છે. આ કેન્દ્ર યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ બાંધવામાં આવેલું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેને વિશ્વનું સૌથી મોટું નેટવર્ક માનવામાં આવી રહ્યું છે. જો કે, દેશમાં પ્રારંભીક રસીકરણનો પ્રથમ તબક્કો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પીએસચી અને અન્ય કેન્દ્રોનો ઉપયોગ કરવામાં આવશે.
યુઆઈપી સમીક્ષા અને બહુ-વર્ષીય યોજના દસ્તાવેજ મુજબ, દેશમાં 8૧.87 લાખથી વધુ રસીકરણ કેન્દ્રો છે, જ્યાં વિવિધ પ્રકારની વેક્સિનનો ડોઝ આપવામાં આવે છે. જો કે, આમાંથી મોટાભાગનાં કેન્દ્રોની શરુઆત ત્યારે થશે કે જ્યારે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોની રસીકરણ શરૂ થયા બાદ સામાન્ય લોકોને વેક્સિન આપવાનું કાર્ય શરુ થશે.
સૈ પ્રથમ તબક્કામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ઉપયોગ કરાશે
કોવિડ રસીકરણના પ્રથમ તબક્કાની તૈયારીમાં રોકાયેલા રાષ્ટ્રીય આરોગ્ય મિશન (એનએચએમ) ના ઘણા અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કા માટે તમામ રાજ્યો માત્ર પ્રાથમિક ચિકિત્સા કેન્દ્રોનો ઉપયોગ કરશે, અથછવા તો પીએચસી કરતાં વધુ સારી સુવિધાવાળા સહાય કેન્દ્રોનો ઉપયોગ કરાશે
મહારાષ્ટ્રમાં એનએચએમ મિશનના ડિરેક્ટર રામાસ્વામી એનએઆ સમગ્ર બાબત અંગે કહ્યું કે, ‘સૂચનો મુજબ, બધા રાજ્યોને કોવિડના રસીકરણ માટે તમામ રાજ્યો યુઆઈપી નેટવર્ક અને માનવ સંસાધનનો ઉપયોગ કરશે, જેમાં બીડીએસ ડોક્ટર તેમજ એએનએમ દ્વારા વેક્સિન આપવામાં આવશે.
રસીકરણના પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારો વેક્સિન આપવાનું કાર્ય હાથ ધરાશે, આ સમય દરમિયાન, જાહેર આરોગ્ય કેન્દ્રો અને ઉચ્ચ સુવિધાઓવાળા કેન્દ્રોને રસીકરણના પોઇન્ટ બનાવવામાં આવશે.
સાહિન-