Site icon Revoi.in

‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મને લઈને વિવાદ, દેશભરમાં બેન કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં 15 મે થશે સુનાવણી

Social Share

દિલ્હીઃ- ફિલ્મ ઘ કેરળ સ્ટોરી હાલ ચર્ચાનો વિષેય બની છે,કેટલાક રાજ્યો ફઇલ્મને યુવતીઓના હિતમાં ગણાવી જ્યા ફિલ્મ કર મૂક્ત કરી રહ્યા છે તો કેટલાક રાજ્યો ફિલ્મને ભડકાવ ગણાવી તેના પર બેન મૂકી રહ્યા છે ત્યારે હવે આ મામલો સુપ્રિમકોર્ટમાં પહોંચી ચૂક્યો છએ ,દેશભરમાં આ ફિલ્મ બેન કરવા મામલે સુપ્રિમકોર્ટ સુધી વિવાદ પહોચ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. અરજીકરનારાઓએ  ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરતા કેરળ હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

આ બાબતે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ મામલાની વહેલી તકે સુનાવણી કરવાની માંગ કરી છે. જેના પર ચીફ જસ્ટિસે 15 મેના રોજ સુનાવણી કરવા જણાવ્યું છે. જેને લઈને આ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને રાજકારણ ગરમાયેલું જોવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે  5 મેના રોજ કેરળ હાઈકોર્ટે ફિલ્મ ધ કેરળ સ્ટોરીની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે ફિલ્મના ટ્રેલરમાં કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ કંઈ પણ વાંધાજનક ટિપ્પણી કે સામગ્રી જોવા મળી નથી. કોર્ટે આદેશ આપતા પહેલા ફિલ્મનું ટ્રેલર નિહાળ્યું ત્યાર બાદ તેમણે નિર્ણય સંભળાવ્યોઆ સહીત ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું કે આ ફિલ્મમાં ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ કોઈ વાંધાજનક સામગ્રી નથી જ્યારે હવે આ મામલો સુપ્રિમકોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે.

આ સહીત કેરળ હાઈકોર્ટે કહ્યું કે આ ફિલ્મમાં મુસ્લિમ ધર્મ પર કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી, ઉપરથઈ ISISની વાર્તા અહી સાફ દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં તે યુવતીઓ વાર્તા છે જેઓ નર્સ બનવા માંગતી હતી, પરંતુ ISISની આતંકી બની ગઈ.  વિદ્યાર્થીમાંથી લવજેહાદનો ભઆગ બનીને આતંકી સાથે કઈ રીતે યુવતીઓ જોડાઈ તેની આ કહાની છે જેથી અનેક લોકોનું નામવું છે કે આ ફિલ્મ યુવતીઓને તો ખાસ બતાવવી જ જોઈએ અને કેટલાક રાજ્યો એટલે જ ફિલ્મને ટેક્સ મૂક્ત કરી છે.