Site icon Revoi.in

ગુજરાતમાં આજે શાંતિપૂર્ણ મતદાન માટે તમામ પોલિંગ બુથ પર પોલીસનો સઘન બંદોબસ્ત રહેશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે 7મીને મંગળવારના દિને લોકસભાની 25 બેઠકો તેમજ વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. લોકશાહીના અવસરમાં વધુને વધુ લોકો મતદાન કરે તેમજ શાતિંપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ ખડેપગે ફરજ બજાવશે. તમામ પોલિંગ બૂથ પર ચૂંટણી પંચના નિર્દેશ મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભયમુક્ત વાતાવરણમાં મતદાન થાય, ન્યાયી મતદાન થાય અને જનતા મુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તેની વ્યવસ્થા કરાઇ છે.

રાજ્યના DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે રાજ્યમાં આજે મતદાન માટે 29,500 બિલ્ડિંગ અને 50 હજારથી વધુ પોલિંગ બૂથ ઊભા કરવામાં આવ્યા છે. તમામ પોલિંગ બૂથ પર ચૂંટણી પંચના નિર્દેશ મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ભયમુક્ત વાતાવરણમાં મતદાન થાય, ન્યાયી મતદાન થાય અને જનતા મુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તેની વ્યવસ્થા કરાઇ છે. જિલ્લામાં, કમિશનરેટમાં પર યોગ્ય સંખ્યામાં સેક્ટર મોબાઈલ વાન કાર્યરત રહેશે. તેમજ  ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈનાત રહેશે. આચાર સંહિતા લાગુ થઈ ત્યારથી રાજ્યની સરહદ સીલ કરાઈ છે. સઘન તપાસ માટે 133 ચેકપોસ્ટ ઊભા કરવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા અને બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકિંગ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે આચાર સંહિતા દરમિયાન પોલીસની જવાબદારી ધ્યાને રાખી કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી 50 કરોડથી વધુ રૂપિયાનો અંગ્રેજી દારુ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ ચેકિંગ દરમિયાન 900 કરોડના NDPSના કેસો કરાયા છે. તો, રાજ્યમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. સાડા ત્રણ લાખ લોકો સામે પગલા ભરાયા છે. ગેરકાયદેસર હથિયારોના 165 કેસો નોંધાયા છે. તો ભાગેડુ અપરાધીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે 1700 જેટલા ભાગેડુ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. લાંબા સમયથી વોન્ટેડ છે, એવા આરોપી પકડાયા છે