Site icon Revoi.in

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદના હળવા ઝાંપટા પડશેઃ અમદાવાદમાં તાપમાન યથાવત રહેશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ભર ઉનાળે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યા બાદ હવે દક્ષિણ-પશ્ચિમના ગરમ પવનની અસરથી અમદાવાદ સહિત રાજ્યનાં 11 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રી પાર કરી ગયો છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યમાં ઉનાળાના અઢી મહિના દરમિયાન તાપમાનનો પારો સરેરાશ 40 ડિગ્રીની આસપાર રહ્યો છે. તાઉ-તે વાવાઝોડાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. તેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે ત્યારબાદ બફારા સાથે તાપમાનનો પારો સરેરાશ 38થી 40 ડિગ્રી આસપાસ નોંધાયો છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારે વાતાવરણમાં થોડી ઠંડક તો બપોરે અસહ્ય ગરમી અનુભવાય રહી છે.

આ વર્ષે મેઘરાજાની વહેલી પધરામણી થવાની શક્યતા છે. એટલે જુનના ત્રીજા સપ્તાહમાં ચામાસાનું વાજતે-ગાજતે આગમન થઈ જશે. દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાં પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સમગ્ર રાજ્યમાં 41.3 ડિગ્રી સાથે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. ડીસા-40.6, અમરેલી-39.8, કંડલા એરપોર્ટ-39.7, કંડલા પોર્ટ- 38.6, અમદાવાદ અને ગાંધીનગર -38.5, ભાવનગર અને ભુજ-38.4 અને વલ્લભ વિધાનગરમાં 38.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. વહેલી સવારે વાદળિયા વાતાવરણ બાદ બપોર પછી બફારો વધતાં લોકો ત્રસ્ત થયાં હતા.