1. Home
  2. ગુજરાતી
  3. એસ.જયશંકરની પાકિસ્તાનની મુલાકાતમાં બંને દેશના સંબંધ ઉપર નહીં થાય ચર્ચા
એસ.જયશંકરની પાકિસ્તાનની મુલાકાતમાં બંને દેશના સંબંધ ઉપર નહીં થાય ચર્ચા

એસ.જયશંકરની પાકિસ્તાનની મુલાકાતમાં બંને દેશના સંબંધ ઉપર નહીં થાય ચર્ચા

0
Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં યોજાનારા એસસીઓમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એ.જયશંકર પાકિસ્તાન જશે. પરંતુ આ પ્રવાસ દરમિયાન એસ.જયશંકર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ ઉપર કોઈ પણ પ્રકાર બેઠક કે ચર્ચા નહીં કરે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધ તંગ છે. જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી તેમની સાથે કોઈ પણ પ્રકારનો સંવાદ કરવાનો ભારત સરકારે અગાઉ ઈન્કાર કર્યો હતો.

વિદેશ મંત્રી એસ જયશંકર 15-16 ઓક્ટોબરે પાકિસ્તાન જશે. આ દરમિયાન તેઓ ઇસ્લામાબાદમાં SCO હેડ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની બેઠકમાં ભાગ લેશે. 9 વર્ષમાં આ પ્રથમ વખત કોઈ ભારતીય મંત્રી પાકિસ્તાનની મુલાકાત લઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાને 29 ઓગસ્ટે SCOની બેઠક માટે આમંત્રણ આપ્યું હતું. આ બેઠકને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. SCO સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની તેમની આગામી મુલાકાત પર, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, “આ પ્રવાસ (મુલાકાત) બહુપક્ષીય કાર્યક્રમ માટે હશે. હું ભારત-પાકિસ્તાન સંબંધો પર ચર્ચા કરવા માટે ત્યાં જઈ રહ્યો નથી. હું એક નમ્ર અને શિષ્ટ વ્યક્તિ છું, તેથી હું તે મુજબ વર્તન કરીશ.

દેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વિદેશ મંત્રી જયશંકરની પાકિસ્તાન મુલાકાત વિશે કહ્યું હતું કે, “ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં વિદેશ મંત્રી જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેમની સાથે એક પ્રતિનિધિમંડળ પણ જશે.” નોંધનીય છે કે SCO સમિટ 15-16 ઓક્ટોબરના રોજ ઈસ્લામાબાદમાં યોજાશે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની આ બેઠકમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત કઝાકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના ટોચના નેતાઓ પણ ભાગ લેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code