કચોરી, સમોસા, સેન્ડવિચ, ઢોકળા આ બધી એવી વસ્તુઓ છે કે તેને યાદ કરતા જ તેને ખાવાનું મન થઈ જાય. લોકો ક્યારેક તો સ્પેશિયલ કચોરી ખાવા માટે લાંબુ અંતર ડ્રાઈવ કરીને આવતા હોય છે. તો હવે જે લોકોને આ બધુ ખાવાનું મન થતું હોય અને કચોરી જેની સૌથી વધારે ફેવરીટ હોય તે વ્યક્તિ હવે ઘરે જ બધુ બનાવી શકશે.
કચોરી બનાવવા માટે સૌથી પહેલા મગ દાળને પાણીમાં પલાળીને ઓછામાં ઓછી 3 મિનિટ સુધી રાખો. ત્યાર બાદ દાળનું પાણી કાઢીને મિક્સરમાં પીસી લો. દાળ પિસ્યા બાદ એક વાસણમાં અલગ રાખો. ત્યાર બાદ એક અન્ય વાસણમાં મેંદો લઈને તેમાં એક ટેબલસ્પૂન તેલ અને સ્વાદાનુસાર નામક મેળવીને સારી રીતે મિક્સ કરી દો. ત્યાર બાદ થોડું થોડું પાણી નાંખીને લોટ બાંધી લો. તેલ નાંખીને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા માટે રાખી દો. જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરું, વરીયાળી, ઘાનાજીરું પાવડર, મરચું પાવડર, હળદર અને ચણાનો લોટ નાંખીને મિક્સ કરી દો. જ્યારે મિશ્રણમાં ચણાનો લોટ નાંખો ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી દો.
મસાલા માં આમચૂર અને સ્વાદાનુસાર નમક મેળવો. જ્યારે દાળ અલગ અલગ થવા લાગે તો સમજી જાઓ કે મસાલો તૈયાર છે. ત્યાર બાદ સ્ટફિંગની ગોળ ગોળ બોલ્સ તૈયાર કરી લો. હવે લોટ લો અને તેમાં થોડું તેલ લગાવીને એક વાર ફરી સારી રીતે લોટ બાંધી લો. હવે આ લોટને સરખા ભાગમાં કાપી તેના બોલ્સ તૈયાર કરી લો. હવે તેમાં મસાલો ભરીને એક્સ્ટ્રા લોટ કાઢી લો. ચપટા કરીને કિનારીએથી દબાવતા પાતળા કરો અને નાની પૂરીનાં આકારની બાનાવો. હવે એક કડાયામાં તેલ લઈને તેને ગરમ કરો. જ્યારે તેલમાં કચોરી નાંખીને ફ્લેમ મીડિયમ કરી લો. હવે કચોરીઓને ડીપ ફ્રાય કરો જ્યાં સુધી તે સોનેરી ન થઈ જાય.
કચોરી બનાવવા માટેની સામગ્રી આ પ્રમાણે છે કે મેંદો – 1 કપ, મગ દાળ – 1 કપ, ચણાનો લોટ – 2 ટેબલસ્પૂન, લાલ મરચાનો પાવડર – 1/2 ટેબલસ્પૂન, જીરું – 1 ટેબલસ્પૂન, વરીયાળી – 1 ટેબલસ્પૂન, હળદર – 1/2 ટેબલસ્પૂન, હિંગ – 1 ચપટી, આમચૂર – 1/2 ટેબલસ્પૂન, ધાણાજીરું – 1 ટેબલસ્પૂન, તેલ, નમક – સ્વાદાનુસાર.