આ 12 એપ્સ ભારત અને પાકિસ્તાનના એન્ડ્રોઈડ યૂજર્સની જાસૂસી કરે છે, ફોન માંથી તરત જ ડિલીટ કરો.
આ મહિનાની શરૂઆતમાં સિક્યોરિટી રિસર્ચર ESETએ આવી 12 એન્ડ્રોઇડ એપ્સની ઓળખ કરી છે, જે યુઝર્સના ડેટાની જાસૂસી કરતી હતી. રિપોર્ટ મુજબ, તમામ એપ્સ મેસેજિંગ ટૂલ્સની જેમ કામ કરતી હતી, આમાંથી એક એપ ન્યૂઝ એપ તરીકે કામ કરતી હતી.
12 એપ્સ દ્વારા યુઝર્સની જાસૂસી
આ બધી એપ્સના બેકગ્રાઉન્ડમાં સીખ્રેટ રીતે રિમોટ એક્સેસ ટ્રોજન (RAT) કોડનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેને VajraSpy કહેવામાં આવે છે. VajraSpy પાસે જાસૂસી સિસ્ટમની શ્રેણી હોવાનું કહેવાય છે જેને તેના કોડ સાથે બંડલ કરેલ એપ્લિકેશનને આપવામાં આવેલી પરનિશનના આધારે વિસ્તારિત કરી શકાય છે.
આ સિસ્ટમ્સની મદદથી એપ્સ યુઝર્સના કોન્ટેક્ટ્સ, ફાઇલ્સ, કોલ લોગ્સ અને એસએમએસ ચોરી કરે છે. આમાંની કેટલીક એપ્સ યુઝર્સના વોટ્સએપ અને સિંગલ મેસેજને પણ ટ્રેક કરે છે અને તેની કોપી રાખે છે. આ સિવાય સાયબર ક્રિમિનલ આ એપ્સની મદદથી ફોન કોલ્સ રેકોર્ડ કરવા, કેમેરાથી પિક્ચર લેવા વગેરે જેવા કામો કરે છે.
આ 12 એપ્સના નામ
Hello Chat
Chit Chat
Meet Me
Nidus
Rafaqat News
Tik Talk
Wavve Chat
Prive Talk
Glow Glow
Lets Chat
Quick Chat
Yoho Talk
ગૂગલે પ્લે સ્ટોર પરથી કરી ડીલીટ
આ 12 એપ્સ પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ હતી. પણ ગૂગલે હવે આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દિધી છે. આ એપ્સ પહેલાથી કોઈ યુઝરના ફોનમાં હોય છે, તો તેણે આ એપ્સને ફોનમાંથી ડિલીટ કરવી પડશે. રિપોર્ટ્સ મુજબ, આ એપ્સ દ્વારા સાયબર ક્રિમિનલ્સ ભારત અને પાકિસ્તાનના એન્ડ્રોઈડ ફોન યુઝર્સને નિશાન બનાવે છે. સિક્યોરિટી રિસર્ચ કંપનુ માનવુ છે કે સાયબર ક્રિમિનલ્સ હની-ટ્રેપ, રોમેન્ટિક અથવા સૈક્સુઅલ એક્ટિવિટીઝનો ઉપયોગ યૂઝર્સને ટાર્ગેટ બનાવવા માટે કરી શકે છે.