- દહીં સાથે કેરી ,ફીશ ખાવાનું ટાળવું જોઈએ
- દહીં સાથે ડુંગળી ખાવાથઈ પણ વિપરીત અસર પડે છે
સામાન્ય રીતે દહીં પ્રાચીન કાળથી ખવાતો પ્રદાર્થ છે જો કે દહીંમાં સાત્વિક ગુણ છે પણ જો દહીં સાથે કેટલોક એવો ખોરાક ખાવામાં આવી જાય તો દહીં ફાયદા કરાવાને બદલે નુકશાન કરાવે છે,આમ તો દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીં માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ વિટામિન્સ, કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર છે. આ બધી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને સાથે જ પાચનતંત્રને પણ સુધારે છે. પણ દહીં સાથે એવું તો શું ન ખાવું જોઈએ કે જેથી આપણા આરોગ્ય પર ખરાબ અસર થાય છે.
1 દહીં સાથે ડુંગળી
આપણા વડીલો કહેતા હતા કે ઉનાળામાં ડુંગળી ખાવાથી લૂંટથી બચી શકાય છે. તેવામાં, ઘણા લોકો ડુંગળી અને દહીં એકસાથે ખાય છે. જો તમે પણ આવા લોકોમાંથી એક છો, તો અમે તમને જણાવી દઈએ કે ડુંગળી અને દહીં બંને વિપરીત પ્રકૃતિના છે. દહીં ઠંડું છે જ્યારે ડુંગળી ગરમ છે. બંનેને એકસાથે લેવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે.
2 દહીં અને કેરી
કેરીની સંપૂર્ણ સીઝન અત્યારે ચાલી રહી છે. લોકો ખાસ કરીને કેરીનો સ્વાદ માણી રહ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે કેરી અને દહીંની વિપરીત અસરને કારણે બંનેનું એકસાથે સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આમ કરવાથી અપચો અને પેટની સમસ્યા થઈ શકે છે. દહીં અને કેરી ખાવાથી ચામડીના રોગો પણ થઈ શકે છે.
3 દહીં અને ફીશ
કહેવાય છે કે માછલી ખાવાથી આંખોની સમસ્યા દૂર થાય છે. પરંતુ દહીં અને માછલી એક સાથે ન ખાવા જોઈએ. જો આમ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. બંનેને સાથે ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.