Site icon Revoi.in

શિયાળમાં રોગપ્રતિકારક શક્તિને નબડી પાડે છે, આ 4 વસ્તુંઓ

Social Share

શિયાળાની ઋતુનો સમય એ સમય હોય છે, જ્યારે મોટા ભાગના લોકો બીમાર પડે છે. આ સિઝનમાં લોકોને શરદી, મોસમી બીમારીઓ, ઉધરસ-તાવ થઈ શકે છે. જો કે, આ બીમારીઓ થોડા દિવસોમાં સારી થઈ જાય છે. પરંતુ તમને લાગતુ હોય કે તમે વારવાર બીમાર થાવ છો અથવા બીમારીઓ કે શરદીમાં સાજા થતા વાર લાગે તો તેનો અર્થ એ થાય છ કે તમારી રોગ પ્રતિકારક શક્તિ નબડી પડી ગઈ છે. તમારી રોગપ્રતિકારક શક્તિ બેક્ટેરિયા, વાયરસ અને ઝેરી પદાર્થોથી થવાવાળી બીમારીઓથી તમારા શરીરનું કુદરતી કવચ છે. ઘણી એવી વસ્તુઓ છે જે રોગપ્રતિકારક શક્તિને નબડી પાડે છે.
• પુરતી ઊંઘ ન લેવી
સારા સ્વાસ્થ્ય માટે પુરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. ઊંઘ દરમિયાન તમારું શરીર માત્ર પ્રોટીન ઉત્પન્ન કરે છે. જે ઈમ્યૂન સિસ્ટમને મદદ કરે છે. રિસર્ચ મુજબ, ઓછી ઊંઘ લેવાથી તમારુ શરીર વાયરસ અને કીટાણુઓ માટે સંવેદનશીલ થઈ જાય છે. જેમાથી સાજા થવામાં ઘણો ટાઈમ લાગે છે.
• સ્ટ્રેસ લેવો
રિસર્ચ અનુસાર, જો કોઈ સ્ટ્રેસ લો છે તો માત્ર 30 મિનિટમાં તમારી રોગપ્રતિકારક શક્તિને નબડી પાડી જાય છે. એટલા માટે એક વાર વિચારો કે જે લોકો વારવાર સ્ટ્રેસમાં રહે છે, તેમની રોગ પ્રતિકારક શક્તિ પર કેવી અસર પડે છે…
• ‘વિટામિન ડી’ની ઉણપ
શિયાળની ઋતુમાં સૂર્ય પ્રકાશથી વિટામિન ડી પ્રાપ્ત કરવું મુશ્કેલ હોય શકે છે પરંતુ અશક્ય નથી. એડિનબર્ગ યૂનિવર્સિટી રિસર્ચ અનુસાર, વિટામિન ડીની ઉણપ રોગપ્રતિકારક શક્તિને જ અસર કરતી નથી પરંતુ તેને નબળી પાડે છે. સૂર્ય પ્રકાશના સંપર્કમાં આવવાથી વિટામિન પ્રાપ્ત થાય છે. આના સિવાય તમે જરુરી આહારથી વિટામિન ડી પ્રાપ્ત કરી શકો છો.
• ફળ અને શાકભાજી ન ખાવા
ફળ અને શાકભાજી શરીરને ચેપ સામે લડવા માટે શ્વેત બ્લડ સેલ્સ બનાવવામાં મદદ કરે છે. હાવર્ડ ટીએચ ચૈન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થનું કહેવું છે કે એક અથવા વધારે પોષક તત્વોની ઉણપ ધરાવતો ખોરાક રોગપ્રતિકારક કોષો અને એન્ટિબોડિઝના ઉત્પાદનમાં ઘટાડો કરે છે. દરેક વ્યક્તિ જાણે છે કે ફળ અને શાકભાજી પોષક તત્વોનો મુખ્ય સ્ત્રોત છે.