ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લોકો પોતાના સ્વાસ્થ્ય અને ત્વચાની કાળજી લેવાનું શરૂ કરી દે છે. ધોમધખતા તાપમાં બહાર જતા પહેલા તમારે તમારી બેગમાં કેટલીક વસ્તુઓ રાખવી જોઈએ. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો તો સૌથી પહેલા તમારી બેગમાં પાણીની બોટલ રાખો. તડકામાં જતા પહેલા તમારી બેગમાં સનસ્ક્રીન અને વેટ વાઇપ રાખો.
સૂર્યના હાનિકારક કિરણો આંખો પર અસર કરે છે. તેથી, તમારે તમારી બેગમાં સનગ્લાસ રાખવા જ જોઈએ. જો તમે કોઈ કામ માટે ઘરની બહાર જાઓ છો, તો તમારી બેગમાં નાની છત્રી રાખો. તેની મદદથી તમે તમારી જાતને સૂર્યથી બચાવી શકો છો.
હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. ગુજરાતના અનેક શહેરો અને નગરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. એટલું જ નહીં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂના બનાવોમાં વધારો થયો છે. જેથી જાણકારો બપોરના સમયે કામ વગર ઓફિસ કે ઘરની બહાર નીકળવાનો ઈન્કાર કરે છે. એટલું જ નહીં વધારેમાં વધારે પ્રવાહીને પીવાની સલાહ આપી રહ્યાં છે.
(PHOTO-FILE)