શ્યામ રંગ પર શોભે છે આ ૫ કલર્સ, દરેક પ્રસંગ માટે છે પરફેક્ટ
જો તમારી ત્વચા શ્યામ છે તો ચિંતા કરવાની જરૂર નથી, ફેશનની થોડી સમજ તમને પણ સુંદર બનાવી શકે છે અને એમા પણ જો તમને કપડાંમાં કલર પસંદ કરતાં આવડતું હોય તો પછી જોઈએ જ શું ? જાણી લો, આ કલરના કપડાં પહેરશો તો તમે પણ લાગી શકો છો દેખાવડા.. શ્યામ રંગ પર ઉઠાવ આપે તેવા રંગ છે
મસ્ટર્ડ યેલ્લો: ઘાટો પીળો કલર શ્યામ સ્કીન પર ઓછો સુંદર લાગે છે, જ્યારે મસ્ટર્ડ યેલ્લો, શ્યામ સ્કીન પર ખુબ જામે છે. આવા કલર વાળા કપડાં તમે લગ્ન અને બીજા સામાજિક પ્રસંગોમાં પહેરશો તો દીપી ઉઠશો
મરૂન : મરુન કલર શ્યામ લોકો પર સારો લાગે છે અલબત ગોરા લોકો પર પણ મરુન કલર શોભે છે.
ઓલિવ ગ્રીન: ગ્રીન કલરના સૌથી વધારે શેડ્સ હોય છે. આપણી આંખો ગ્રીન કલરને જ સૌથી જલ્દી પારખી શકે છે. અને આ કલર એવો છે જે તમે દિવસ અને રાત ગમે ત્યારે પેહરી શકો છો, વળી ઓલિવ ગ્રીન કલર વાળા કપડાં શ્યામ લોકો પેહરે ત્યારે એ તેમના પર જામતા જ હોય છે.
બ્રાઉન: બ્રાઉન કલરને ઘણા લોકો બોરિંગની કેટેગરીમાં રાખે છે પણ એ ભૂલ ભરેલી માનસિકતા છે. બ્રાઉન કલર ખરેખર શ્યામ લોકો પર ખીલી ઉઠે છે. એક સર્વે અનુસાર દરેક વ્યક્તિ પાસે બ્રાઉન કલરના કપડાં તો હોય જ છે.
આછો પિન્ક: આછો પિન્ક જયા છોકરાઓ પર સારો નથી લાગતો એ માનસિકતા ભૂલ ભરેલી છે, ઘણીવાર આછો પિન્ક કલર છોકરાઓ પર ખૂબ જામતો હોય છે, અને છોકરીઓનો તો ફેવરેટ હોય જ છે.