Site icon Revoi.in

વધારે વિટામિન-Dથી શરીરને થાય છે આ 5 ખતરનાક નુકશાન

Social Share

પોષક તત્વોનું સેવન કરવાથી શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ દૂર થાય છે. જો તમે વધારે પ્રમાણમાં વિટામિન-ડીનું સેવન કરો છો તો શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ જોવા મળે છે. વધારે માત્રામાં સેવન કરવાથી ઉલ્ટી જેવુ મન થાય છે.

જો તમે વધારે માત્રામાં વિટામિન-ડીનું સેવન કરો છો તો તમને ભૂખ પણ ઓછી લાગશે. તમને પેટ ભરેલું-ભરેલું લાગે છે. ઘણાબધા સપ્લિમેંન્ટ અથવા પ્રિસક્રિપ્શન વિટામિન ડી ના લેવો જોઈએ.

જરૂરતથી વધારે વિટામિન-ડી ને લેવાથી કિડની સબંધીત ઘણી સમસ્યાઓ જોવા મળે છે. કિડનીમાં પથરી થવાની મુશ્કેલી થઈ શકે છે. જેનાથી કિડની ફેલ થવાની સંભાવની વધે છે.

હાડકાંને સારા રાખવા માટે વિટામિન-ડીનું હોવુ ખુબ જરૂરી છે. પરંતુ તેને વધુ પ્રમાણમાં લેવાથી હાડકા ખૂબ નબળા પડી જાય છે. એટલા માટે તમને જેટલું જરૂરી હોય એટલું જ કરવું જાઈએ.

વધારે વિટામિન-ડી લેવાથી અનિયમિત મળ આવે છે. એટલે તમારે વધારે ના લેવું જોઈએ. તમે તનાવ અને ડિપ્રેશનનો શિકાર બની શકો છો. માનસિક બામારીઓનો સામનો પણ કરવો પડી શકે છે.