ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારી ડાયટ જેટલી સંતુલિત હશે, તેટલું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહેશે. કેટલાક મીઠા અને ખાટા ફળો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાટાં ફળોમાં વિટામિન સી મળી આવે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
નાસપતી ફાઈબર અને વિટામિન સીથી ભરપૂર હોય છે. આ ફળનો ગ્લાયકેમિક લોડ ઓછો છે, જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. નાસપતી છાલ સાથે ખાવા જોઈએ, જેથી વધારે ફાઈબર મેળવી શકાય.
દ્રાક્ષ ખૂબ જ હેલ્દી ફળ છે. દ્રાક્ષમાં રેઝવેરાટ્રોલ નામનું એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે બ્લડ સુગરના સ્તરને કંટ્રોલ કરી શકે છે. તેમાં વિટામિન સી અને કે મળી આવે છે.
કીવી એક ખાટું ફળ છે, જેમાં વિટામીન સી, વિટામીન કે અને ફાઈબર મળી આવે છે. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ખૂબ ઓછો છે, જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
સફરજન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેમાં નેટરલ શુગર જોવા મળે છે, જેનાથી નુકસાન થતું નથી. સફરજનમાં ફાઈબર અને વિટામિન સી મળી આવે છે, જે પેક્ટીન બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સફરજન હંમેશા છાલ સાથે ખાવું જોઈએ.
બ્લેકબેરીમાં ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) હોય છે, જે બ્લડ સુગરને વધતા અટકાવે છે. આ ફળમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે છે. રોજ બ્લેકબેરી ખાવાથી ખૂબ ફાયદો થાય છે.