Site icon Revoi.in

ચિકન-મટન નહીં વિટામિન બી-12થી ભરપૂર છે 5 સુપરફૂડ, શાકાહારી આવી રીતે કરી શકે છે ઉણપની પૂર્તિ

Social Share

નવી દિલ્હી: વિટામિન બી-12 એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે. જે આપણા શરીર માટે આવશ્યક છે. તે આપણા શરીરના ઘણાં કાર્યોમાં મદદ કરે છે, જેવું કે રક્ત સંપોષણ, મસ્તિષ્કની કાર્યક્ષમતા અને સંતુલિત હોર્મોનલ ગતિવિધિઓને જાળવી રાખે છે. જો કે આ વિટામિન આપણા શરીરમાં આપોઆપ પેદા થતું નથી અને તેને આપણે ખાદ્ય સામગ્રીમાંથી પ્રાપ્ત કરવું પડે છે.

શાકાહારી લોકોમાં વિટામિન બી-12ની ઉણપ વધુ હોય છે. પરંતુ કેટલાક શાકાહારી ખોરાકની મદદથી તેની પૂર્તિ કરી શકાય છે. આ શાકાહારી આહાર વિટામિન બી-12ના મુખ્ય સ્ત્રોત છે અને તેને નહીં ખાવાથી શરીરમાં આની ઉણપ પેદા થઈ શકે છે. શાકાહારી લોકો આ વિટામિની પૂર્તિને પૂરી કરવા માટે પોતાના ડાયટમાં આ વિટામિન બી-12 ફૂડ્સ વેજીટેરિયનને સામેલ કરે.

  1. દૂધ અને દૂધ પ્રોડક્ટ-

દૂધ અને દૂધના ઉત્પાદનો વિટામિન બી-12ના સારા સ્ત્રોત છે. આ શાકાહારી લોકો માટે ખાસ છે. દૂધ, પનીર, દહીં અને છાશ વિટામિન બી-12ના સ્ત્રોત છે. શાકાહારી આ ઉત્પાદનોને પોતાના ભોજનમાં સામેલ કરીને બી-12ની ઉણપથી બચી શકે છે.

  1. દાળો-

દાળો પણ વિટામિન બી-12નો મહત્વપૂર્ણ સ્ત્રોત હોઈ શકે છે. શાકાહારી લોકો અલગ-અલગ પ્રકારની દાળને પોતાના ભોજનમાં સામેલ કરી શકે છે. તેમાં મગ, ચણા, તુવેર, મસૂર, અડદની દાળ મુખ્ય છે. આ તમામ દાળો વિટામિન-બી-12ની સાથે પ્રોટીન અને અનય્ પોષ, તત્વોના સારા સ્ત્રોત હોય છે.

  1. સોયા ઉત્પાદ-

સોયા ઉત્પાદ પણ વિટામિન બી-12ના સ્ત્રોત તરીકે મહત્વપૂર્ણ હોય છે. શાકાહારી લોકો સોયા ઉત્પાદ જેવા કે સોયા મિલ્ક, સોયાબીન, સોયા બરી, વગેરેને પોતાના ભોજનમાં સામેલ કરી શકે છે. આ ઉત્પાદનો વિટામિન બી-12ની સાથે પ્રોટીન અને અન્ય પોષક તત્વો પણ પુરા કરી શકે છે.

  1. બ્રોકલી-

પોતાના ડાયટમાં બ્રોકલીનો ઉપયોગ કરીને વિટામિન-બી-12ની ખામીને પુરી કરી શકાય છે. બ્રોકલીમાં ફોલેટ, જેને ફોલિક એસિડ પણ કહે છે , તે હોય છે તેનાથી હિમોગ્લોબિન વધારવામાં મદદ મળે છે.

  1. અનાજ –

અનાજ પણ વિટામિન બી-12ના મહત્વના સ્ત્રોમાં સામેલ છે. અનાજ જેવું કે બ્રાઉન રાઈસ, વ્હીટ બ્રેડ, ઓટોમીલ અને ક્વિનોઆ વગેરે શાકાહારીઓ પોતાના ભોજનમાં સામેલ કરીને આ વિટામિનની ઉણપને દૂર કરી શકે છે. આ અનાજ વિટામિન-બી-12ની સાથે ફાઈબર, પ્રોટીન અને અન્ય પોષક તત્વોના પણ સારા સ્ત્રોત હોય છે.

આ શાકાહારી વસ્તુઓને પોતાના ભોજનમાં સામેલ કરીને વિટામિન-બી-12ની ખામીને દૂર કરી શકાય છે. તેના સિવાય તે નિયમિતપણે પોતાના ડોક્ટરની સલાહ પણ લઈ શકે છે. જેથી પોતાની સ્વાસ્થ્ય સ્થિતિને સારી રીતે જાળવી શકાય. જો તમે પણ સાકાહારી છો તો તમારા ભોજનમાં વિટામિન-બી-12ની યોગ્ય માત્રાનું ધ્યાન રાખવું જોઈએ, જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે.