આ 7 શાકાહારી ખોરાક છે ચિકન અને મટન કરતા પણ વધારે પૌષ્ટિક, જાણો તેના ફાયદા
નવી દિલ્હી : જો તેમને શાકાહારી છો અને પ્લાન્ટ બેસ્ડ ડાઈટમાં મીટ જેટલું પોષણ સોધી રહ્યા છો, તો ઘણા ખાદ્ય પદાર્થો એવા પણ છે કે જે તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં તમારી મદદ કરી શકે છે. પ્રોટીનથી ભરપૂર મીટ મસલ્સ બિલ્ડિંગથી લઈને રેડ બ્લડ સેલ્સનો પ્રોડ્યુસ કરવામાં મદદ કરે છે
(1) દાળ
દાળોમાં આયર્ન, ફાઈબર અને પ્રોટીનની માત્રા ઘણી હોય છે. તે એક હેલ્ધી મીટ સબ્સ્ટીટ્યૂટ માનવામાં આવે છે. તે આહારમાં સામેલ કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપને પુરી કરી શકે છે. તેની સાથે ગટ હેલ્થ એટલે કે આંતરડાના સ્વાસ્થ્યને મજબૂત કરી શકે છે. પોષણના આ પાવરહાઉસની મદદથી શરીરમાં ડાયાબિટિઝ અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે.
(2) ટોફૂ-
ટોફૂમાં પ્રોટીન તો ઉચ્ચ માત્રામાં મળે છે, પરંતુ તેમાં અમીનો એસિડ પણ ભરપૂર હોય છે. પ્લાન્ટ બેઝ્ડ આહારની પસંદગી કરનારા મોટા ભાગના લોકો તેને ઈંડા અને મીટના સ્થાને રિપ્લેસ કરી શકે છે. તેને સૂપ અને સેન્ડવિચમાં એડ કરીને ખાઈ શકાય છે. તેમાં રહેલા આયર્ન અને ફાઈબરથી શરીરમાં રેડ બ્લડ સેલ્સને વધારવામાં મદદ મળે છે.
(3) ક્વિનોઆ-
શરીરમાં પોષણની માત્રાને જાળવી રાખવા માટે ક્વિનોઆને ભોજનમાં અવશ્યપણે સામેલ કરો. એનઆઈએચ પ્રમાણે, ગ્લૂટન ફ્રી ક્વિનોઆના સેવનથી શરીરમાં પ્રોટીનની ઉણપને પુરી કરી શકાય છે અને એમિનો એસિડની પ્રાપ્તિ પણ થશે. આ સુપરફૂડને ભોજનમાં સામેલ કરવાથી વેટલોસ કરીને મેદસ્વિતાથી છૂટકારો પણ મેળવી શકાય છે. તેમાં મળી આવતા ફાઈબરના પ્રમાણથી લાંબો સમય સુધી પેટ ભરેલું રહે છે
(4) મશરૂમ-
શિયાળામાં ડાયટમાં પૌષ્ટિકતા સામેલ કરવા માટે મીટના સ્થાને મશરૂમનું સેવન બેહદ ફાયદાકારક છે.તેમાં પ્રોટીન, વિટામિન અને મિનરલ મળી આવે છે. તે લૉ ફેટ ફૂડનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલના ખતરાનું પણ સમાધાન થઈ શકે છે. મશરુમમાં આયર્ન, ઝિંક અને વિટામિન-બી-12 પણ મળે છે.
(5) જેકફ્રૂટ –
લૉ કેલરી યુક્ત જેક ફ્રૂટમાં પોટેશિયમ, વિટામિન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળે છે. જેક ફ્રૂટને ડાયટમાં સામેલ કરવાથી શરીરને પોષણ મળે છે. તેના બીને પણ રોસ્ટ કરીને ખાઈ શકા છે. ખાટા અને મીઠા ફ્લેવરવાળા જેકફ્રૂટના બીજ આરોગ્યને ફાયદો પહોંચાડે છે. તેને સેન્ડવિચ, સુપ અને કરીઝમાં સામેલ કરી શકાય છે.
(6) ટેમ્પેહ-
સોયાબીનના ઉપયોગથી તૈયાર કરવામાં આવતા ટેમ્પેહની મદદથી શરીરમાં કેલ્શિયમ અને પ્રોટીનની ઉણપને પુરી કરી શકાય છે. તે સોયા બેસ્ઝ્ડ મીટ સબ્સ્ટિટ્યૂટને ફોર્મેટેડ પ્રોસેસથી તૈયાર કરવામાં આવે છે. તેમાં ટોફૂનું સામન ફાઈબર પણ મળે છે. જે વારંવાર થનારા ક્રેવિંગને દૂર કરવામાં મદદ કરે છે. તેના સેવનથી શરીરને ગટ ફ્રેન્ડલી પ્રી-બાયોટિક્સ અને પ્રો-બાયોટિક્સની પણ પ્રાપ્તિ થાય છે.
(7) રીંગણ-
તમે શાકાહારની શરૂઆત કરી છે અને તમને મીટ ખાવથી ક્રેવિંગ થાય છે, તો તમે રીંગણની રેસિપીઝને ટ્રાય કરી શકો છો. તેનો સ્વાદ ટેક્સચર મીટ સાથે મળતા આવે છે. તેમાં મેંગનીઝ પ્રચુર માત્રામાં છે. મેંગનીઝ હાર્ટ અને બ્રેનના ફંક્શનને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. તેમા મળનારા એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરને પોષણ પણ આપે છે અને તેની સાથે ઓક્સિડેટિવ તણાવથી મુક્ત કરવામાં પણ મદદ કરે છે. રીંગણમાં મળનારી એન્ટી ઈન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ સોજામાંથી પણ રાહત અપાવે છે.