Site icon Revoi.in

હિન્દી ફિલ્મના આ કલાકારો, જેમના નામે છે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

Social Share

મુંબઈઃ હિન્દી સિનેમાને 100 વર્ષ પૂર્ણ થયાં છે. બોલીવુડમાં કોમર્શિયલ અને નોન-કોમર્શિયલ ફિલ્મ આજે પણ લોકો પસંદ કરી છે. દરમિયાન ભારતીય ફિલ્મ જગતના અનેક કલાકારોએ ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાનમાં મેળવ્યું છે. અમિતાભ બચ્ચન સહિતના કલાકારોએ વિવિધ કામગીરીથી ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન હનુમાન ચાલીસા ગાવાવાળા બોલીવુડના પ્રથમ અભિનેતા છે. ખેશર રાવજીયાનીએ હનુમાન ચાલિસાને કમ્પોઝ કરી હતી. અમિતાભ વચ્ચને 13 ગાયકો સાથે મળીને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું.

બોલીવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાનનું પણ આ યાદીમાં નામ છે. વર્ષ 2013માં વિશ્વમાં સૌથી વધારે આવક કરી હતી. આ વર્ષે અભિનેતાની રૂ. 220 કરોડની આવક થઈ હતી.

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની જેમ તેમના પુત્ર અભિષેક બચ્ચનના નામે પણ રેકોર્ડ નોંધાયેલો છે. અભિનેતા અભિષેક બચ્ચને પોતાની ફિલ્મ દિલ્હી-6ના પ્રમોશન માટે 12 કલાકમાં 1800 કિમીનો પ્રવાસ કર્યો હતો. ફિલ્મ અભિનેતા 12 કલાકમાં અનેક દેશમાં દિલ્હી-6ના પ્રમોશન માટે ગયા હતા.

ફિલ્મ અભિનેત્રી કેટરિના કૈફ વર્ષ 2013માં સૌથી વધારે ફી લેનારી અભિનેત્રી હતી. તેણે એક ફિલ્મની 10 મિલીયન ડોલરની ફી વસુલી હતી. સૌથી વધારે ફિ લેવાના મામલે કેટરિનાનું નામ ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સામેલ છે.

પાશ્વ ગાયક કુમાર સાનુંએ વર્ષ 1993માં એક જ દિવસમાં 28 ગીતનું રેકોર્ડીંગ કર્યું હતું. જેથી આ રેકોર્ડ પણ તેમના નામે નોંધાયેલો છે. કુમાર સાનુએ અનેક સુપરહિટ ગીતને અવાજ આપ્યો છે. જો કે, તેમને ખરી ઓળખ બ્લોકબસ્ટર ફિલ્મ આશિકીથી મળી હતી.

જાણીતા ફિમેલ સિંગર આશા ભોસલેનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. તેમણે વિવિધ ભાષાઓમાં લગભગ 11 હજારથી વધારે ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે.

અનેક ફિલ્મોમાં નેગેટિવ રોલથી ઓળખ મેળવનાર લલિતા પવારે માત્ર 12ની ઉંમરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ફિલ્મ જગતમાં 70 વર્ષની કેરિયરમાં 700થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. લલિતા પવારે ફિલ્મ જગતની માત્ર એક જ અભિનેત્રી જેમણે 70 વર્ષ સુધી બોલીવુડમાં કામ કર્યું હતું.

ફિલ્મોમાં પોલીસનો રોલ ક્યારેક પોઝિટિવ અને ક્યારેક નેગેટિવ હોય છે. અનેક ફિલ્મ અભિનેતાઓએ ઈન્સ્પેકટરના રોલમાં ઓળખ મેળવી હતી. આવા જ એક એભિનેતા જગદીશ રાજ છે. તેમણે 144 ફિલ્મમાં પોલીસ અધિકારીનો રોલ કર્યો હતો. જેથી તેમને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળ્યું છે.

વર્ષ 2015માં આવેલી સુપરહિટ ફિલ્મ બાહુબલીની સમગ્ર દેશમાં પ્રસંશા થઈ હતી. આ ફિલ્મ અનેક રેકોર્ડ તોડીને ખુદ એક રેકોર્ડ બની ગઈ છે. ફિલ્મની સફળતાને ધ્યાનમાં રાખીને દુનિયાનું સૌથી મોટુ પોસ્ટર બનાવવામાં આવ્યું હતું.